બેંગલુરૂઃ Congress Twitter Blocked: બેંગલુરૂની એક અદાલતે સોમવારે ટ્વિટરને કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) ના હેન્ડલને અસ્થાયી રૂપથી બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. એમઆરટી મ્યૂઝિક કંપનીએ કોંગ્રેસ વિરુદ્ધ કોપિરાઈટનો કેસ કર્યો હતો. આરોપ છે કે આ હેન્ડલ પર KGF-2 ફિલ્મના ગીતની સાથે વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આમ કરતા કોપિરાઈટનો કથિત રીતે ભંગ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમઆરટી મ્યૂઝિકે યશવંતપુર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેટ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. મ્યૂઝિક કંપનીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તેણે કેજીએફ-2 ગીતના અધિકાર હિન્દીમાં હાસિલ કરવા માટે ઘણા પૈસા આપ્યા છે. 


શું કહ્યું મ્યૂઝિક કંપનીએ?
એમઆરટી મ્યૂઝિક તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે એક રાષ્ટ્રીય રાજકીય પાર્ટી તરફથી કરવામાં આવેલ આ ગેરકાયદેસર કાર્ય કાયદાના શાસન અને અંગત વ્યક્તિઓ તથા સંસ્થાઓના અધિકારો પ્રત્યે તેની ઘોર અવહેલનાને દર્શાવે છે. જ્યારે તેમણે આ ભારત જોડો યાત્રાનું આયોજન દેશ પર શાસન કરવા અને આમ આદમી તથા વ્યવસાયોના અધિકારોની રક્ષા કરવા માટે કાયદો બનાવવાના અવસરને શોધી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ Video: ઈન્દોરમાં ચાર યુવતીઓએ ભેગી થઈ એક યુવતીની ઢીકાપાટુથી કરી જાહેરમાં ધોલાઈ


કોર્ટે આપ્યો એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ
આ મામલા પર કોર્ટે કહ્યું કે અરજીકર્તા તરફથી સીડીની માધ્યમથી તે સાબિત કરવામાં આવ્યું કે કેટલાક ફેરફારોની સાથે ગીતના ઓરિજનલ વર્ઝનનો ઉપયોગ થયો છે. આ પ્રકારના માર્કેટિંગ વીડિયોથી પાઇરેસીને બળ મળે છે. કોર્ટે પોતાના આદેશમાં ટ્વિટરના બે હેન્ડલથી ત્રણ લિંક હટાવવાનો નિર્દેશ આપ્યો અને આગળ કોંગ્રેસ તથા ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. 


કોંગ્રેસે આપ્યું નિવેદન
આ મામલા તર કોંગ્રેસ તરફથી ટ્વીટ રીને કહેવામાં આવ્યું કે અમને સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલ વિરુદ્ધ બેંગલુરૂની એક કોર્ટના આદેશ વિશે માહિતી મળી. અમને કોર્ટની કાર્યવાહીની ન માહિતી આપવામાં આવી અને ન હાજર રાખવામાં આવ્યા. આદેશની કોઈ કોપી પ્રાપ્ત થઈ નથી. અમે તેનો ઉકેલ લાવવા દરેક કાયદાકીય ઉપાયોનું અનુસરણ કરી રહ્યાં છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube