નવી દિલ્લીઃ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે એવામાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલે છે. જોકે, માત્ર ગુજરાત જ નહીં રાષ્ટ્રીય ફલક પર પણ સતત રાજકીય માહોલ ગરમાયેલો રહે છે. કારણકે, પહેલાંની ચૂંટણીઓમાં સામાન્ય રીતે પ્રચાર-પ્રસાર થતો હતો હવે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા હવે દરેક માધ્યમો પર હાવી થઈ રહ્યું છે. એવામાં વીડિયો શેર કરીને ભાજપને રાહુલ ગાંધીની મજાક કરી હોવાનું સામે આવતા માહોલ વધારે ગરમાયો છે. ભાજપે રવિવારે કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીનો એક એનિમેશન વીડિયો ટ્ટવિટર પર શેર કર્યો છે. બે મિનિટથી લાંબા આ એનિમેશનમાં રાહુલને ફિલ્મ શોલેના અસરાનીના ચરિત્રમાં રજૂ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ છોડવા, ગુલામનબી આઝાદ સહિત અનેક નેતાઓના જવાથી તેમજ અન્ય મુદ્દા સહિત રાજસ્થાનમાં પક્ષમાં જોવા મળતા કકળાટને લઈને કટાક્ષ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




ભાજપે એનિમેશનની સાથે રાહુલ ગાંધી અને તેમની મા સોનિયા ગાંધીના સંદર્ભે ટ્વીટ કર્યું છે, જેમાં રાહુલ એવું બોલતા સંભળાય છે કે- “મમ્મી, દુઃખ કેમ ખતમ નથી થતું? આ ખતમ થઈ ગયું… ટાટા… અલવિદા.” તો ભાજપના આ વીડિયો પર કોંગ્રેસે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. કહ્યું- ભારત જોડોની સફળતા જોઈને ભાજપ હતાશ થઈ ગયું છે અને એટલે જ આવા પગલાં ભરી રહ્યાં છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રાની સફળતાની તુલના કરવા માટે ભાજપની આ નવીનતમ ફોર્મૂલા છે (નિરાશા + હતાશ= એનિમેશન)


આ વાયરલ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, “ભારત જોડો યાત્રાની સફળતાના મુકાબલો કરવા ભાજપની આ નવીન ફોર્મૂલા છે (નિરાશા + હતાશ= એનિમેશન) ” તેમણે આ વીડિયો દયનિય ગણાવ્યો. સાથે જ તેમણે કહ્યું કે યાત્રાની શરૂઆત થઈ ત્યારથી જ ભાજપ તેમના પર પ્રહાર કરી રહી છે. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો કે તેઓ આવું એટલા માટે કરે છે કેમકે તેઓ આ યાત્રાની સફળતાથી નિરાશ થઈ ગયા છે. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આખી પાર્ટી ‘હલકી માનસિકતાવાળા ટ્રોલ’ બની ગઈ છે. કોંગ્રેસ નેતાએ 25 પૈસાની તસવીરની સાથે કહ્યું કે ભારત જોડો યાત્રાએ ભાજપને ડરાવી દીધું છે. ભાજપ માટે ડર સારી વસ્તુ છે. કાશ, તેમણે બેરોજગારી અને મોંઘવારીના સમાધાન માટે આટલો પ્રયાસ કર્યો હોત.