ગુજરાત :હોળીના એક દિવસ પહેલા હોળી દહન થાય છે. ભારતમાં દરેક ગલી-સોસાયટીના નાકે હોળી પ્રગટાવવામાં આવે છે. જેની તૈયારીઓ મહોલ્લાના યુવકો અઠવાડિયા પહેલા જ કરી દેતા હોય છે. હોળીકા વિશે માન્યતા છે કે, હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિથી નારાજ હતા, અને તેમણે બહેન હોળીકાને પ્રહલાદને મારવાનો આદેશ આપ્યો. હોળીકાની પાસે એવી શક્તિ હતી કે, તેને આગથી કોઈ જ નુકશાન થતુ નથી. ભાઈના આદેશનો પાલન કરતા હોળીકાએ પ્રહલાદને ખોળામાં લઈને તે આગમાં બેસી હતી. પરંતુ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત હતી. જેથી હોળીકાની પાસે વરદાન હોવા છતાં તે આગમાં ભસ્મ થઈ ગઈ હતી, અને પ્રહલાદ સકુશળ બચી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોળીકા દહન અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે. હોળીકા દહન બાદ લોકો તેની ભસ્મ પોતાના ઘરે લઈ જાય છે. માન્યતા અનુસાર, ભસ્મને ઘરે લઈ જવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હોળીની ભસ્મને ઘરમાં ચારે તરફ અને દરવાજા પર છાંટો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. માનવામાં આવે છે કે, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ગિ આવે છે. 


હોળીકા દહનની રાત્રે ઘરના તમામ સભ્યોએ સરસવના ઉટણ બનાવીને આખા તેલ પર માલિશ કરવી જોઈએ. તેનાથી જે પણ મળ નીકળશે, તેને હોળિકાગ્નિમાં નાખો. આવું કરવાથી જાદુ ટોણાની અસર સમાપ્ત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. 


હોળીકા દહનનું શુભ મુહૂર્ત
હોળીકા દહન ક્યારેય પણ ભદ્ર કાળમાં કરવામાં નથી આવતુ. આ વખતે ભદ્ર કાળનો સમય 20 માર્ચના રોજ સવારે 10 વાગીને 45 મિનીટથી શરૂ થઈને રાત્રે 9 વાગ્યા સુધી રહેશે. તેથી હોળીકા દહન રાત્રે 9 વાગ્યા બાદ જ કરવામાં આવશે. જે અડધી રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે.