કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે. અહીં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મુકાબલો ભારતીય જનતા પાર્ટી  (BJP) ના પ્રિયંકા ટિબરીવાલ સામે છે. 30 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. આ પહેલા ભાજપે મમતાના ઉમેદવારી પત્ર પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપનું કહેવું છે કે ઉમેદવારી પત્ર દાખલ કરતા સમયે મમતાએ પોતાની વિરુદ્ધ નોંધાયેલા પાંચ પોલીસ કેસનો ખુલાસો કર્યો નથી. પરંતુ તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોનું ખંડન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભવાનીપુર પેટાચૂંટણી જીતવી મમતા બેનર્જી માટે જરૂરી છે. જો તેઓ તેમાં સફળ નહીં થાય તો તેમણે સીએમની ખુરશી ખાલી કરવી પડશે. તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી ભાજપના સુવેંદુ અધિકારીના હાથે ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જી સામે આવી નોબત આવી છે. 


આ મામલા પર ટીએમસીનું કહેવું છે કે મમતા બેનર્જીએ માત્ર મામલાના ખુલાસા કરવાની જરૂર હતી જો ખરેખર આરોપ પત્રમાં તેમનું નામ છે. 


આ પણ વાંચોઃ ચાંદલો, સિંદૂર, કાજલ સહિતના સ્ત્રીઓ માટે કેમ હોય છે 16 શણગાર? જાણો 16 શણગારનું વૈજ્ઞાનિક કારણ


તો ભાજપ ઉમેદવાર પ્રિયંકા ટિબરીવાલના ચૂંટણી એજન્ટે પોતાની ફરિયાદ નોંધવા માટે ભવાનીપુરના રિટર્નિંગ ઓફિસરને પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે મમતા બેનર્જી વિરુદ્ધ પાંચ પોલીસ કેસ દાખલ છે અને તેઓ આ વિગતનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યાં છે. 


તમને જણાવી દઈએ કે મમતા બેનર્જી વિરુદ્ધ બધા પાંચ કેસ અસમમાં નોંધાવવામાં આવ્યા છે. આ પ્રકારની ફરિયાદ તેમની વિરુદ્ધ એપ્રિલ-મે ચૂંટણી પહેલા દાખલ કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube