ઇન્દોર : ઇન્દોર ખાતે પોતાના નિવાસ સ્થાને પોતાના હાથે જ માથામાં ગોળી મારી ભૈયુજી મહારાજે આત્મહત્યા કરી લેતાં સન્નાટો પ્રસરી ગયો છે. આધ્યાત્મિક ગુરૂ, સામાજિક કાર્યકર્તા, વ્યક્તિ વિશેષની સાથોસાથ તેઓ એક સારા ફેસ રિડર પણ હતા. આ ઉપરાંત તેઓ ઘોડેસવારી, તલવારબાજી અને ખેતી પણ સારી રીતે જાણતા હતા. યુવાનીકાળમાં તેઓ સારા મોડલ પણ હતા. એમણે શરૂઆતના દિવસોમાં સિયારામ શૂટીંગ શર્ટિંગની એડમાં પણ કામ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધ્યાત્મિક ગુરૂ અને સામાજિક કાર્યકર્તા ભૈયુજી મહારાજે મંગળવારે પોતાના નિવાસ સ્થાને કથિત રીતે પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કર્યાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘાયલ અવસ્થામાં એમને સારવાર માટે ઇન્દોરની બોમ્બે હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં એમનું મોત નીપજ્યું હતું. જોકે આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ કહેવાય છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી પારિવારિક મુદ્દાઓને લઇને પરેશાન હતા. ભૈય્યુજીએ પોતાની પહેલી પત્નીના નિધન બાદ બીજા લગ્ન કર્યા હતા. 


આ પણ વાંચો : ભય્યૂજી મહારાજ મોડલિંગ છોડીને અપનાવ્યો હતો આદ્યાત્મનો માર્ગ, જાણો 5 વાતો


ઇન્દોર પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભૈય્યુજીએ જાતે જ પોતાના માથામાં ગોળી મારી હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે. જોકે આમ કરવા અંગેનું કારણ હાલમાં જાણી શકાયું નથી. 


ભૈય્યુજી મહારાજ આધ્યાત્મિક ગુરૂ હોવાની સાથોસાથ રાજકીય ક્ષેત્રે પણ એમનો દબદબો હતો. શક્તિશાળી સંતમાં એમની ગણના થતી હતી. એમનું સાચું નામ ઉદયસિંહ દેશમુખ હતું. તેઓ સાયન્સના ગ્રેજ્યુએટ હતા. મોડેલિંગમાં હાથ અજમાવ્યા બાદ તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે આવ્યા હતા. એમના પિતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. આંદોલન દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા અણ્ણા હઝારેને મનાવવા માટે યૂપીએ સરકારે ભૈય્યુજીને મોકલતાં તેઓ ચર્ચામાં આવ્યા હતા.