નવી દિલ્હી: ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે શુક્રવારે બસપા સંસ્થાપક કાશીરામની બહેન સાથે દિલ્હીમાં જંતર મંતર પર એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન એલાન કર્યું કે લોકસભા ચૂંટણી 2019માં તેઓ વારાણસીથી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. ઉત્તર પ્રદેશમાં દલિતોને પોતાના પક્ષમાં લાવવા માટે મથામણ કરી રહેલી ભીમ આર્મીએ પીટીઆઈને જણાવ્યું કે તેઓ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અને ભાજપ વિરુદ્ધ જ્યાં પણ મજબુત ઉમેદવારની જરૂર પડશે ત્યાં પોતાના ઉમેદવાર ઉતારશે. બસપા સંસ્થાપક કાશીરામની 85મી જયંતીના અવસરે આયોજિત રેલીને સંબોધિત કરતા ચંદ્રશેખરે દાવો કર્યો કે તે વડાપ્રધાન મોદીને ફરીથી વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટાવવા દેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે હું બંધારણ અને દલિતોના અધિકારોની રક્ષા માટે વારાણસીથી નરેન્દ્ર મોદીને પડકારીશ. હું સાંસદ કે વિધાનસભ્ય બનવા માંગતો નથી. જો આમ હોત તો હું સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડત. જો કે ભાજપે હજુ સુધી ઔપચારિક જાહેરાત નથી કરી કે મોદી આગામી ચૂંટણી કઈં બેઠક પરથી લડશે. ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે સામાન્ય શ્રેણીના નબળા લોકોને 10 ટકા અનામત આપવાનો મોદી સરકારનો નિર્ણય બંધારણ પર હુમલો છે અને ભાજપનું હિત સાધનારો છે. તેમણે કહ્યું કે સપા બસપા ગઠબંધને કાશીરામના  બહેન સ્વર્ણ કૌરને સંસદ મોકલવા જોઈએ. 


લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...