જામીન અરજી રદ્દ થતા જ અર્બન નક્સલ મુદ્દે વર્નોનઅને અરૂણની ધરપકડ
એલ્ગાર પરિષદ સમ્મેલન મુદ્દે પુણેની એક સ્થાનિક કોર્ટ દ્વારા શુક્રવારે જામીન અરજી રદ્દ કર્યાનાં થોડા કલાકો બાદ જ પોલીસે કાર્યવાહી કરી
પુણે : શહેરી નક્સલ મુદ્દે મહારાષ્ટ્ર પોલીસે વર્નોન ગોંસાલ્વિસને મુંબઇના અંધેરીમાં તેમના ઘરથી અને અરૂણા પરેરાને થાણેમાં તેમનાં ઘરેથી ધરપકડ કરી. પુણે કોર્ટે અરૂણ પરેરા, વર્નોન ગોંસાલ્વિસ અને સુધા ભારદ્વાજની જામીન અરદી રદ્દ કરી દીધી હતી. સાથે જ કોર્ટે તેમની હાઉસ અરેસ્ટનો સમયગાળો એક અઠવાડીયા માટે લંબાવવાની ભલામણ પણ ફગાવી દીધી હતી. શુક્રવારે આ ત્રણેયની હાઉસ અરેસ્ટનો સમયગાળો પુર્ણ થયો હતો. તેના પગલે પુણે પોલીસે ગોસાલ્વિસ અને પરેરાની ધરપકડ કરી લીધી.
સુધા ભારદ્વાજની ધરપકડ કોઇ પણ સમયે શક્ય છે. અગાઉ એલ્ગાર પરિષદ સમ્મેલન મુદ્દે પુણેની એક સ્થાનીક કોર્ટ દ્વારા શુક્રવારી જામીન અરજી ફગાવી દેવાયાનાં કલાકો બાદ પોલીસે વામપંથી કાર્યકર્તા અરૂણ ફેરેરા અને વર્નોને ગોંસાલ્વેજને કસ્ટડીમાં લીધા હતા. બંન્ને પર માઓવાદી સાથે સંબંધ રાખવાનો આરોપ છે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ (વિશેષ ન્યાયાધીશ)નાં ડી.વડાણેએ ગોંસાલ્વેજ અને ફરેરા સહિત સુધા ભારદ્વાજની જામીન અરજી ફગાવતા કહ્યું કે, પોલીસ દ્વારા એકત્ર સામગ્રીથી પ્રતિત થાય છે કે તેમનાં માઓવાદીઓ સાથે કથિત સંબંધ છે.
તેમણે જણાવ્યું કે, ભારદ્વાજને કાલે કસ્ટડીમાં લેવામાં આવશે. ત્રણપહેલા જ નજરકેદ હતા પરંતુ પુણે પોલીસ તેમને કસ્ટડીમાં નહોતા લઇ શક્યા કારણ કે અલગ અલગ કોર્ટે તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જામીન અરજીને રદ્દ થવા અંગે પુણે પોલીસે ફરેરા અને ગોંસાલ્વિસની કસ્ટડીમાં લઇ લીધા. પુણે પોલીસે એક જાન્યુઆરીને ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસામાં કથિત સંડોવણીના કારણે ઓગષ્ટમાં આ ત્રણેયને કવિ પીવરવરા રાવ અને ગૌતમ નવલખાની સાથે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે દાવો કર્યો કે તેણે તેનાં ટોપનાં માઓવાદી નેતાઓની વચ્ચે ઇ-મેલ પર થયેલી વાતચીતને જપ્ત કરવામાં આવી છે. આ મુદ્દે નવલખાને દિલ્હી હાઇકોર્ટે મુક્ક કરી દીધા હતા. બોમ્બે હાઇકોર્ટે તેમની ધરપકડ પર એક નવેમ્બર સુધી કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો હતો. તે દિવસે ફરિયાદમાં ગોટાળાની તપાસની માંગ કરનારી અરજી પર સુનવણી થશે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ કે.ડી વડાણેએ જોયું કે ભારદ્વાર નેશનલ લો યૂનિવર્સિટીના પ્રોફેસર છે, ફેરેરા માનવાધિકાર માટે કામ કરી રહેલા એક વકીલ અને કાર્ટૂનિસ્ટ છે અને ગોંસાલ્વિસ એક સામાજિક કાર્યકર્તા છે જે હાશિયામાં રહેલા લોકો માટે કામ કરે છે.