મુંબઈ: શિવેસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ભીમા કોરેગાંવ હિંસાના સૂત્રધારને દલિત એકેડેમિક તરીકે પ્રચારિત કરવાને લઈને સવાલ ઉઠાવ્યાં છે. પાર્ટીએ લખ્યું છે કે ભીમા કોરેગાંવ રમખાણના સૂત્રધાર તરીકે પોલીસે આનંદ તેલતુંબડેને પકડ્યો છે પરંતુ તેલતુંબડેની ધરપકડ બદલ પુણે જિલ્લા કોર્ટે પોલીસને જ અપરાધી ગણાવી છે. કયા આધારે તેલતુંબડેની ધરપકડ કરી? પુરાવો શું છે? આવા સવાલો પૂછતા કોર્ટે તેલતુંબડેને છોડી દીધો. તેલતુંબડેએ ધરપકડથી બચવા માટે મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેના પરકોર્ટે  12 ફેબ્રુઆરી સુધી ધરપકડ નહીં કરવાનો આદેશ આપ્યો છે. તેનો અર્થ એ છે કે તેલતુંબડેને વધુ 6-7 દિવસની રાહત મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાએ આગળ લખ્યું છે કે તેલતુંબડે આંતરરાષ્ટ્રીય ખ્યાતિના વિચારક છે, એવો હવે ઢોલ પીટવામાં આવી રહ્યો છે. અંગ્રેજી અખબારોએ તેમનો ઉલ્લેખ દલિત એકેડમિક તરીકે કર્યો છે. સત્ય તો એ છે કે વિચારકોને અને બુદ્ધિમાનોને જાતિ-ધર્મ અને પંથની ઉપાધિ ન લગાવવામાં આવે. પેટ તથા હોશિયારી જાતિ ચિપકાવવાથી મગજ નામના અવયવનું અપમાન થાય છે. પુણેની યલગાર પરિષદ બાદ મહારાષ્ટ્રમાં જાતીયતાનું ઝેર વાવવામાં આવ્યું. ત્યારબાદ ભીમા-કોરેગાંવના રમખાણ થયાં. મહારાષ્ટ્રમાં આ રીતે ઝેરીલો જાતિ ઉદ્રેક ક્યારેય થયો નથી. જેમાં આમ માનવી ઝૂલસી ગયો.


ઈસરોની વધુ એક સિદ્ધિ, ફ્રેન્ચ ગુએનાથી સંચાર ઉપગ્રહ GSAT-31 લોન્ચ કર્યો


ડો. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર પણ આ આગમાં તેલ નાખીને મામલાને કેમ ભડકાવી રહ્યાં હતાં અને તેમણે નિશ્ચિત પણે શું કરવાનું હતું? તેઓ રહસ્યમય હતાં. આમ છતાં મહારાષ્ટ્રને બાળવાનું કાવતરું નક્સલવાદી એક્તામાં પાક્યું અને તેની પાછળ ખુદ કવિ, લેખક, બુદ્ધિમાન કહેવાતા લોકોનું વૈચારિક દિમાગ હતું. યલગાર પરિષદના પડદા પાછળ સૂત્ર હલાવવાના આરોપ હેઠળ તેલતુંબડે સહિત તેલુગુ લેખક વરવરા રાવ, સામાજિક કાર્યકર્તા અરુણ પરેરા, વર્નોન ગોન્ઝાલ્વિસ અને સુધા ભારદ્વાજને જાન્યુઆરી મહિનામાં નજરકેદ રાખવામાં આવ્યાં હતાં. 


આ કાર્યવાહી બાદ પણ દેશના દેખાડાના બુદ્ધિશાળીઓએ એ પ્રકારનો કોહરામ મચાવ્યો જાણે આભ ફાટી પડ્યું હોય અને દેશ ડૂબી જવાનો હોય. એવો માહોલ બનાવ્યો. કોર્ટે પણ આ તમામ લોકોને ધરપકડથી અસ્થાયી રીતે સુરક્ષા આપી છે. હવે તેલતુંબડે અંગે પણ એ જ થયું છે. તો શું પોલીસ કઈ ન કરીને, હાથ બાંધીને મોઢાં પર આંગળી રાખી ચૂપચાપ બેસી રહે? આવા બુદ્ધિજીવીઓ દ્વારા કરાયેલા ઝેરી પ્રચાર અને તેમના ભાષણને પોલીસે પુરાવા તરીકે પ્રસ્તુત કર્યા છે. આ તમામ લોકો દેશને અસ્થિર કરવા પાછળ સૂત્રધાર હતાં. ઉપરથી ભણેલા ગણેલા હોવાના કારણે અને મોટા લોગોમાં ઉઠકબેઠક હોવાના લીધે તેમની આજુ બાજુ પ્રતિષ્ઠાનું એક વલય બની ગયું હતું. પ્રશાસન, ન્યાય વ્યવસ્થા, શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાના સંબંધ બનાવીને પોતાની આજુબાજુ કવચ કુંડળનું નિર્માણ કર્યું હતું અને તેનો જ ફાયદો ઉઠાવીને આ લોકો દેશમાં નક્સલવાદ અને માઓવાદના વિધ્વંસક વિચાર વાવી રહ્યાં હતાં. 


BJPનું બંગાળ પર આટલુ ફોકસ કેમ વધી ગયું? મમતા બેનરજી ગુસ્સામાં શાં માટે?


આ અર્થમાં આ લોકોને આતંકવાદના પ્રાયોજક કે પ્રચારક કહેવા જોઈએ અને આનંદ તેલતુંબડે ઉપર જ આ આરોપ છે. બીજા કેટલાક કથિત વિચારકો વિરુદ્ધ પણ આ આરોપ છે. વિચારક હોવા છતાં તમારે પણ કાયદાનો તો સામનો કરવો જ પડશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  એટલે આતંકવાદી, આવું પ્રકાશ આંબેડકર તથા તેમના સાથી કહે છે. તેમના સાથી એટલે હૈદરાબાદના ઓવૈસી છે અને આ જ લોકો કન્હૈયા કુમાર, તેલતુંબડે, જિજ્ઞેશ મેવાણીનું સમર્થન કરે છે. સંઘ પ્રખર રીતે રાષ્ટ્રવાદી છે, તેણે ચીન, રશિયા, પાકિસ્તાનમાં સમજદારી ગીરવે નથી મૂકી અને આંતરરાષ્ટ્રીય સ્કોલર્સનું લેબલ લગાવીને ફાલતુ યલગાર નથી કરતા. આ અંતરને સમજવું પડશે. હિન્દુત્વનો દ્વેષ જ આ લોકોના વિચાર છે અને આ જ વિચારક આંતરરાષ્ટ્રીય મંચ પર જઈને દેશની બદનામી કરી રહ્યાં છે. પ્રોફેસર તેલતુંબડે 'સ્કોલર' છે. બેરિસ્ટર વિનાયક દામોદર સાવરકર પણ સ્કોલર હતાં અને તેમણે બ્રિટિશ સરકારને પલટી નાખવાનું કાવતરું રચ્યું હતું. આ માટે વીર સાવરકરને આજે પણ આતંકવાદી વગેરે કહીને અપમાનિત કરાય છે. 


સાવરકર જેવાએ વિદેશી સત્તાને પલટી નાખવાનું કાવતરું રચ્યું હતું પરંતુ યલગારવાળાઓએ તો સ્વતંત્ર હિન્દુસ્તાનમાં ઉત્પાત મચાવવો હતો એ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રકાશ આંબેડકર એક બાજુ શારદા ચિટ ફંડ મામલે કાર્યવાહી કરનારા સીબીઆઈના અધિકારીઓની ધરપકડ પર પશ્ચિમ બંગાળ પોલીસની કાર્યવાહીનું સમર્થન કરે છે અને આ બાજુ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ભીમા-કોરેગાંવ મામલે કરાયેલી કાર્યવાહી પ્રતિ અલગ નીતિ અપનાવે છે. મહારાષ્ટ્રમાં ભીમા-કોરેગાંવ દ્વારા જે ઉત્પાત મચાવવામાં આવ્યો તેના કારણે સમાજ વિભાજિત થયો છે અને આ પ્રકારની વિષમતાના બીજ વાવનારી કવિતા અને સાહિત્યનું નિર્માણ કરવું તથા પ્રસારિત કરવું આ પ્રકારના ઉત્પાત માટે ફંડ જમા કરવું એ આવા માઓવાદી વિચારકોનું કાર્ય બની ગયું છે. 


અલકાયદા અને યલગાર છાપ વિચારકોની કાર્યશૈલી એક જ છે. પોલીસ પ્રશાસન અને કાયદા પર સતત પ્રહાર કરવા, સરકાર પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવવા, વ્યવસ્થાના મનોધૈર્યને તોડીને તેને લંગડો બનાવવાની અલકાયદાની નીતિ છે. યલગારવાળાઓની પણ આ જ નીતિ છે. સામૂહિક હત્યાકાંડ, ભ્રષ્ટાચાર, હત્યા જેવા આરોપોમાંથી અપરાધીઓ છૂટી જાય છે. આથી તેઓ નિર્દોષ જ હોય એવું નથી. પ્રોફેસર તેલતુંબડે માટે પણ છાતી પીટનારાઓએ આ વાત સમજવી પડશે. કેટલાક તો ભયંકર દેશ વિરોધી ઊભા થઈ રહ્યાં છે. પોલીસને જ આરોપી બનાવવા એ તેમના કાવતરાની શરૂઆત છે. પોલીસના સમર્થનમાં મજબુતાઈથી ઊભા રહેવાનો આ જ સમય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...