ભીમા કોરેગાંવ મામલોઃ માનવાધિકાર કાર્યકર્તાઓને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પર પ્રતિબંધ
બુધવારે સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, એફઆઈઆરમાં ધરપકડ કરાયેલા લોકોના નામ પણ નથી.
નવી દિલ્હીઃ ભીમા કોરેગાંવ મામલામાં ધરપકડ કરાયેલા પાંચ માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે હાલમાં પ્રતિબંધ લગાવી દીધો છે. બુધવારે સુપ્રીમ કોર્ટે તમામ પાંચ આરોપીઓને હાઉસ અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો. આ મામલામાં આગામી સુનાવણી 6 સપ્ટેમ્બરે કરવામાં આવશે. માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ મામલામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું કે મહારાષ્ટ્ર સરકાર તે જણાવે કે આખરે તેમની ધરપકડ કેમ કરવામાં આવી છે.
જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડે મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, અસહમતિ લોકતંત્રનો સેફ્ટો વોલ્વ છે, જો અસહમતિની મંજૂરી ન હોય તો પ્રેશર કૂકર ફાટી જશે.
સીજેઆઈ દીપલ મિત્રાની અધ્યક્ષતામાં પીઠે બુધવારે ધરપકડ વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતા મહારાષ્ટ્ર સરકારને જવાબ દાખલ કરવાનું કહ્યું છે. મામલાની આગામી સુનાવણી 6 સપ્ટેમ્બરે થશે.
બુધવારે સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, એફઆઈઆરમાં ધરપકડ કરાયેલી લોકોનું નામ પણ નથી. બીજીતરફ પુણે પોલીસ તરફથી રજૂ ASG તુષાર મહેલાએ કહ્યું કે, અરજી દાખલ કરનારને આ કેસથી કોઈ સંબંધ નથી, તે કઈ રીતે અરજી દાખલ કરી શકે છે. અરજીકર્તા રોમિલા થાપર, દેવકી જૈન, પ્રભાત પટનાયક, સતીષ દેશપાંડે અને માયા દારૂવાલાએ અરજી દાખલ કરીને પુણે પોલીસની કાર્યવાહીને પડકાર આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ કરી રહેલી પુણે પોલીસે મંગળવારે સવારે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને રાંચીમાં એક સાથે દરોડા પાડ્યા હતા અને પછી પાંચ લોકોની ધરપકડ કરી હતી. પુલે પોલીસ પ્રમાણે તમામ પર પ્રતિબંધિત માઓવાદી સંગઠન સાથે લિંક હોવાનો આરોપ છે. જ્યારે માનવાધિકાર કાર્યકર્તા તેને સરાકરના વિરોધમાં ઉઠતા અવાજને દવાબબાની દમનકારી કાર્યવાહી ગણાવી રહ્યાં છે. રાંચીથી ફાધર સ્ટેન સ્વામી, હૈદરાબાદમાંથી વામપંથી વિચારક અને કવિ વરવરા રાવ, ફરીદાબાદધી સુધા ભારદ્વાજ અને દિલ્હીથી સામાજીક કાર્યકર્તા ગૌતમ નવલાખની પણ ધરપકડ થઈ હતી.