નવી દિલ્હીઃ ભીમા કોરેગાંવ હિંસા સાથે જોડાયેલા મામલામાં પુણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સામાજીક અને માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા, વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરૂણ ફરેરિયા અને વરનોન ગોંજાલવેસના ઘરે દરોડા અને ધરપકડની વામ દળો અને કોંગ્રેસે નિંદા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં માત્ર એક એનજીઓ માટે જગ્યા છે, જેનું નામ આરએસએસ છે. બાકીના તમામ એનજીઓને તાળું લગાવી દો. તમામ કાર્યકરોને જેલમાં નાથી દો અને જે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવે તેને ગોળી મારી દો. 


બીજીતરફ સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, તે આ ધરપકડની આકરા શબ્દોમાં નિંદા કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે સતત તે દલિત કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, જેણે હાલની સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ મામલો હવે કોર્ટમાં છે. પરંતુ આ પ્રકારની ધરપકડો દેશવાસિઓના લોકતાંત્રિક અધિકારો પર હુમલો છે. આ એક 1975ના કટોકળીકાળથી પણ ખરાબ સ્થિતિમાં છે. જ્યારે માનવાધિકાર કાર્યકર્તાઓને પણ છોડવામાં આવતા નથી. 



કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયપાલ રેડ્ડીએ પણ માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડોની નિંદા કરી છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પીએલ પુનિયાએ કહ્યું કે, અર્બન નક્સલ ગણાવીને લોકોને પરેશાન કરવામાં આવી રહ્યાં છે, આ દુર્ભાગ્યપૂર્ણ છે અને નિંદનીય છે. તેમણે કહ્યું કે સનાતન સંસ્થાના સભ્યો દાભોલકરની હત્યામાં સામેલ છે અને તે કબુક કરી ચુક્યા છે. તેના પર પોલીસ કંઇ ખાસ કરતી નથી. પુનિયાએ સવાલ કર્યો કે ભીમા કોરેગાંવમાં પીએમ મોદીની હત્યાના ષડયંત્રનો મામલો ફસકી ગયો, તે મામલાનું શું થયું?