મહારાષ્ટ્ર: ભિવંડીમાં ચાર માળની ઈમારત ધરાશયી, બે લોકોના મોત અને 5 ઘાયલ
મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં શુક્રવારે રાતે ચાર માળની ઈમારત તૂટી પડતા બે લોકોના મોત થયા છે. 5 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે.
ભિવંડી: મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં શુક્રવારે રાતે ચાર માળની ઈમારત તૂટી પડતા બે લોકોના મોત થયા છે. 5 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. અનેક લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. પોલીસ અને એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.
જુઓ LIVE TV
ભિવંડી-નિઝામપુર નગર નિગમના કમિશનર અશોક રણખંબે જણાવ્યું કે અમને સૂચના મળી હતી કે ઈમારતનો સ્તંભ તૂટી શકે છે. ઈમરજન્સી ટીમ અહીં પહોંચી અને તપાસ બાદ તેમણે જાણ્યું કે ઈમારત પડી શકે છે. અમે અમારી આખી બિલ્ડિંગને ખાલી કરાવી લીધી હતી પરંતુ કેટલાક લોકો મંજૂરી વગર ઈમારતમાં ઘૂસી ગયાં. ત્યારબાદ ઈમારત તૂટી પડી. કાટમાળમાં દબાયેલા ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યાં. જેમાંથી એકનું મોત થયું. આ ઈમારત 8 વર્ષ જૂની છે અને ગેરકાયદે રીતે બનાવવામાં આવી હતી. આ મામલે તપાસ કરવામાં આવશે.
વિસ્તૃત જાણકારી થોડીવારમાં...