Babul Bihari: ભોજપુરી સિંગરની ગંદી હરકત, સગીરા સાથે રેપ બાદ શેર કરી તસવીર, પછી જે થયું...
Bhojpuri singer Babul Bihari arrested: ભોપુરી ભાષાનો જાણીતો સિંગર અભિષેક ઉર્ફે બાબુલ બિહારીની એક સગીરા સાથે રેપના આરોપમાં ધરપકડ કરાઈ છે. રેપનો આ અત્યંત ગંભીર આરોપ બે વર્ષ જૂનો છે. આ સાથે જ તેના પર સોશિયલ મીડિયામાં આપત્તિજનક તસવીરો શેર કરવાનો પણ આરોપ છે.
Bhojpuri singer Babul Bihari arrested: ભોપુરી ભાષાનો જાણીતો સિંગર અભિષેક ઉર્ફે બાબુલ બિહારીની એક સગીરા સાથે રેપના આરોપમાં ધરપકડ કરાઈ છે. રેપનો આ અત્યંત ગંભીર આરોપ બે વર્ષ જૂનો છે. આ સાથે જ તેના પર સોશિયલ મીડિયામાં આપત્તિજનક તસવીરો શેર કરવાનો પણ આરોપ છે. સ્થાનિક પોલીસ હવે આ મામલાની સંપૂર્ણ રીતે તપાસ કરી કરી રહી છે. પોલીસના જણાવ્યાં મુજબ સિંગર બાબુલ બિહારી 13 વર્ષની બાળકીને ફોસલાવીને એક હોટલમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે ગંદુકામ કર્યું. એટલું જ નહીં આરોપીએ બાળકીની કેટલીક આપત્તિજનક તસવીરો પણ ખેંચી હતી.
તપાસ ચાલુ
ભોજપુરી ગાયકની ગુરુગ્રામથી ધરપકડ કરાઈ છે. કેસની તપાસ ચાલુ છે. કેકર બાપ કે ડર, લહેંગા ઉઠા કે, અને બંસી કે સાલી સપનવા માં આતી હૈ, જેવા હિટ ગીતોને અવાજ આપી ચૂકેલા ભોજપૂરી સિંગર બાબુલ બિહારી વિરુદ્ધ ગંભીર કલમોમાં કેસ દાખલ થયા બાદ તેના ફેન્સ આઘાતમાં છે.
કેવી રીતે સામે આવ્યો કેસ
પીડિતાના જણાવ્યાં મુજબ આ ઘટના બાદ છોકરીએ સિંગરથી અંતર જાળવી લીધુ. તેણે બે વર્ષ સુધી આ ઘટના છૂપાવીને રાખી હતી. થોડા દિવસ પહેલા જ્યારે બાબુલે હોટલના રૂમમાં ખેંચેલી પીડિતાની તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તો પુત્રીના ફોટા જોયા બાદ પીડિત પરિવારે પુત્રી સાથે વાત કરી અને ફેમિલી પ્રેશરમાં તેણે આ સમગ્ર કિસ્સો જણાવ્યો તથા ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો. ગંભીર આરોપ પર પોલીસે તરત કાર્યવાહી કરી છે. પોલીસે પીડિતાને કાઉન્સિલિંગ માટે મોકલી છે. પોલીસે પોક્સો એક્ટ, આઈટી એક્ટ સહિત અનેક કલમોમાં આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરીને તેને કોર્ટમાં હાજર કર્યો. અહીં કોર્ટે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
ગુજરાત માટે આગામી 36 કલાક મહત્વના, વાવાઝોડું બનશે વધુ ખતરનાક, જાણો ક્યાં થશે અસર!
ગુજરાતમાં આવેલું આ હિલ સ્ટેશન જોયું છે? જ્યાંથી દેખાય છે દરિયો, જુઓ Photos
હોસ્ટેલના બાથરૂમમાં ન્હાતી વખતે છોકરીએ કરી એવી હરકત!, માફી માંગવી પડી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube