Bhopal: દુર્ગા વિસર્જન દરમિયાન પૂરપાટ ઝડપે આવતી કારે લોકોને કચડી નાખ્યા, ઘટનાનો હચમચાવી નાખે તેવો Video સામે આવ્યો
છત્તીસગઢના જશપુર જિલ્લાના પત્થલગાંવમાં દુર્ગા પ્રતિમા વિસતર્જ દરમિયાન કારથી કચડવાની ઘટના બાદ હવે તાજો મામલો મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં જોવા મળ્યો છે.
Bhopal: છત્તીસગઢના જશપુર જિલ્લાના પત્થલગાંવમાં દુર્ગા પ્રતિમા વિસતર્જ દરમિયાન કારથી કચડવાની ઘટના બાદ હવે તાજો મામલો મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં જોવા મળ્યો છે. દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન એક કાર પૂરપાટ ઝડપે ભીડમાં ઘૂસી ગઈ અને ત્યારબાદ મચેલી ભાગદડથી બચવા માટે ડ્રાઈવરે કાર રિવર્સમાં લીધી અને ભાગી ગયો. બજરિયા વિસ્તારમાં રાતે સવા અગિયાર વાગે ઘટેલી આ દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થયા જેમાંથી 3ની હાલત ગંભીર છે.
મળતી માહિતી મુજબ આ ઘટના ભોપાલ રેલવે સ્ટેશન નજીક બજરિયા ત્રણ રસ્તે ઘટી. જ્યાં મોડી રાતે દુર્ગા પ્રતિમાનું વિસર્જન થવાનું હતું. દુર્ગા પ્રતિમાના વિસર્જન માટે કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટી હતી. સમારોહ ચાલુ હતો અને એક કાર અચાનક ભીડ વચ્ચે ઘૂસી ગઈ. દોડાદોડી મચતા આ પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે ગાડી રિવર્સમાં લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો. તે વખતે એક બાળક પણ કારના પૈડા નીચે આવી ગયું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube