ભોપાલમાં આ શખ્સે કરી 33 હત્યા, કહ્યું પરિવારથી દુર રહેવાના કષ્ટથી આપું છું મુક્તિ
ભોપાલમાં સીરિયલ કિલિંગના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપી આદેશ ખાંબરા દ્વારા કરવામાં આવેલી ક્લીનરો અને ટ્રક ડ્રાઇવરોની હત્યાની ઘટનાઓ છે કે બંધ થવાનું નામ લેતી ન હતી.
નવી દિલ્હી: રાજધાની ભોપાલમાં સીરિયલ કિલિંગના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપી આદેશ ખાંબરા દ્વારા કરવામાં આવેલી ક્લીનરો અને ટ્રક ડ્રાઇવરોની હત્યાની ઘટનાઓ છે કે બંધ થવાનું નામ લેતી ન હતી. મંગળવારે આદેશે વધુ ત્રણ હત્યાઓ કર્યાની કબુલાત કરતા જણાવ્યું હતું કે તેણે આ હત્યાઓ 2010માં કરી હતી અને લાશને ભિંડ અને બ્યાવરા રાધૌગઢના રસ્તામાં ફેંકી દીધી હતી. આદેશે વધુ ત્રણ હત્યાઓની વાત સ્વીકાર કરીને તેના દ્વારા કરવામાં આવેલી હત્યાઓનો આંકડો 33 પહોંચ્યો છે. જણાવી દઇએ કે ખાંબરા દ્વારા કરાયેલી હત્યાઓના આંકડો વધતો જઇ રહ્યો હતો. મધ્યપ્રદેશ ઉપરાંત છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઓડીસામાં પણ ખાંબરાએ ટ્રક ડ્રાઇવરોની હત્યા કર્યા હોવાના સમાચાર મળ્યા હતા.
બે સગા ભાઇઓની હત્યા
ખાંબરાની ભોપાલના મિસરોદમાં ડ્રાઇવરની હત્યા અને ટ્રક લૂંટના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ખાંબરા પૂછપરછ દરમિયાન વાંરવાર નવા ખુલાસા કરી રહ્યો છે. ખાંબરાએ વર્ષ 2010માં ગોત્રા કંપનીના ટ્રક ડ્રાઇવર અને ક્લીનની હત્યાની વાત પણ સ્વીકારી હતી. મળતી જાણકારી મુજબ 2010માં ખાંબરાએ જે બે લોકોની હત્યા કરી હતી તે બંને સગા ભાઇ હતા. જેની મૃતક મનોજ અને રમેશ યાદવના પરિવારે તેમના ગુમ થયાની ફરિયાદ પાઢર ચોકી સ્ટેશન બૈતૂલમાં નોંધાવી હતી. મનોજ અને રાજેશ ઉપરાંત 2010માં જ ખાંબરાએ વધુ એક હત્યા કરી હતી.
પરિવારથી દૂર રહેવાના કષ્ટથી મુક્તિ આપું છું
આદેશે 2010માં જ ગ્વાલિયરમાં પણ એક ટ્રક ડ્રાઇવરની હત્યા કરી હતી. આદેશે સોપારીથી ભરેલા એક ટ્રક ચાલકની પહેલા હત્યા કરી ત્યારબાદ તેની લાશને ઇટાવા અને ભીંડના રસ્તામાં ફેંકી દીધી હતી. લાશને ફેંક્યા પછી ખાંબરાએ ટ્રકને આગરામાં છોડી ભોપાલ પરત આવી ગયો હતો. ખાંબરાને જ્યારે પોલીસે કારણ પુછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું ડ્રાઇવર અને ક્લીનરોની હત્યા કરી તેઓને તેમના પરિવારથી દુર રહેવાના કષ્ટથી મુક્તિ આપુ છું. હું તેમનું કષ્ટ દુર કરી રહ્યો છું.’
આમ સ્વીકારી હત્યાની વાત
મળતી જાણકારી અનુસાર પહેલતા તો ખાંબરાએ કંઇપણ કહ્યું ન હતું, પરંતુ ઘણો ડરાવ્યા પછી તેણે બધી હત્યાઓના ગુના સ્વીકાર્યા હતા. પૂછપરછ દરમિયાન પોલીસે ખાંબરાને કહ્યું કે ‘તને શું લાગે છે, એક વર્ષમાં તારા દિકરાનું ચાર વખત અકસ્માત કેવી રીતે થયો હતો. જે લોકોને તે માર્યા છે, જેમની તે હત્યા કરી છે, તે બધાની આત્મા તારી સામે થઇ ગઇ છે. જેવી રીતે તેમને મારી તેમના પરિવારને દુ:ખ આપ્યું છે. તેવી જ રીતે તેઓ તારા પરિવારને તકલીફ આપી રહ્યાં છે. તે જે કર્યું છે તેની સજા તારા પરિવારને ભોગવવી પડે છે.’ દિકરાના અકસ્માતની વાત સાંભળીને ખાંબરા ટૂટી ગયો અને તેણે હત્યાઓની વાત સ્વીકારી લીધી હતી.