BHU ના સ્ટડીમાં મોટો દાવો, જે લોકોને કોરોના મટી ગયો છે તેમના માટે રસીનો એક જ ડોઝ પૂરતો છે
કોરોના વાયરસ (Corona Virus) ને હરાવવા માટે વેક્સીન જ એક ઉપાય છે પરંતુ દેશમાં વેક્સીનની અછત છે. અને રસીની તંગી વચ્ચે સારા સમાચાર એ આવ્યા છે કે કોરોનાથી સ્વસ્થ્ય થઈ ગયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ પૂરતો છે.
Corona Vaccine: કોરોના વાયરસ (Corona Virus) ને હરાવવા માટે વેક્સીન જ એક ઉપાય છે પરંતુ દેશમાં વેક્સીનની અછત છે. અને રસીની તંગી વચ્ચે સારા સમાચાર એ આવ્યા છે કે કોરોનાથી સ્વસ્થ્ય થઈ ગયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ પૂરતો છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના 5 વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં એ શોધી કાઢ્યું છે કે એક વખત કોરોનાથી સંક્રમિત થઈ ગયેલા લોકોને વેક્સિનનો એક જ ડોઝ પૂરતો છે. તેને બીજો ડોઝ આપવાના બદલે એ રસી બીજા લોકોને આપવી જોઈએ જેથી ભારતમાં 70-80 કરોડ લોકોનું ઝડપથી રસીકરણ થઈ જાય અને કોરોનાને હરાવી શકાય. અત્રે જણાવવાનું કે હાલના સમયમાં લોકોને કોરોના રસીના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે.
10 દિવસમાં જ બની જાય છે પૂરતી એન્ટીબોડી
BHUના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ કોરોનાને માત આપી ચૂકેલા લોકોમાં વેક્સિનનો પહેલો ડોઝ 10 દિવસમાં જ જરૂરી એન્ટીબોડી બનાવી લે છે. આ એન્ટીબોડી કોરોના સામે લડવામાં અસરકારક હોય છે. અને જે લોકો કોરોનાથી સંક્રમિત નથી થયા તેમનામાં વેક્સીન મૂકાવ્યાપછી પણ એન્ટીબોડી બનવામાં 3થી 4 અઠવાડિયાંનો સમય લાગે છે.
Covid-19 થી રિકવરી બાદ કેટલા દિવસ પછી કરાવવી જોઈએ સર્જરી? જાણો ICMR નો જવાબ
વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને આપ્યા સૂચનો
આથી કોરોના રસીના એક ડોઝની પદ્ધતિને અપનાવવા માટે વૈજ્ઞાનિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પત્ર લખીને સૂચનો આપ્યાં છે. જેમાં મુખ્ય વાત એ છે કે કોરોનાથી સ્વસ્થ થઈ ગયેલા લોકો માટે વેક્સીનનો એક જ ડોઝ અનિવાર્ય રાખવામાં આવે. અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકો કોરોના થયા પછી સાજા થયા છે. જો તેમને રસીનો માત્ર એક જ ડોઝ લગાડવામાં આવે તો વેક્સીનનું સંકટ પણ ઘટી જશે અને વધુને વધુ લોકો સુધી વેક્સીન પહોંચી શકશે.
BHU ના પ્રોફેસર્સના સ્ટડીની વિગતો
આ સ્ટડીમાં BHUના ન્યૂરોલોજી વિભાગના પ્રૉ.વીએન મિશ્રા અને પ્રૉ.અભિષેક પાઠક જ્યારે જીઓલોજી વિભાગના પ્રૉફેસર જ્ઞાનેશ્વર ચૌબે, પ્રજ્જવલ સિંહ અને પ્રણવ ગુપ્તા સામેલ હતા. પ્રૉફેસર જ્ઞાનેશ્વર ચૌબેના કહેવા મુજબ હાલમાં જ 20 લોકો પર એક પાયલટ સ્ટડી કરવામાં આવ્યો હતો. આ સંશોધન કોવિડ માટે જવાબદાર SARS-CoV-2 વાયરસ સામે નેચરલ એન્ટીબોડનો રોલ અને તેના ફાયદાની જાણકારી આપે છે.
સ્ટડીમાં જાણવા મળ્યું કે જે લોકો કોવિડ પોઝિટિવ હતા તેમનામાં વેક્સીનનો પહેલો ડોઝ ઝડપથી એન્ટીબોડી બનાવે છે. જ્યારે જેઓ કોરોનાથી સંક્રમિત નથી થયા તેમનામાં વેક્સીન આપ્યાને 21થી 28 દિવસમાં એન્ટીબોડી વિકસિત થાય છે. જો કે આ સંશોધન છે એટલે ઝી 24 કલાક આપને વિનંતી કરે છે કે આપ જ્યાં સુધી રસીના નવા નિયમો ના આવે ત્યાં સુધી પોતાના બંને ડોઝ તમારો નંબર આવે એટલે લઈ લો.
BHU ના સ્ટડીની 4 ખાસ વાતો
1. કોરોનાથી ઠીક થયા બાદ રસીનો એક ડોઝ પૂરતો
2. કોરોનાથી રિકવર થયેલા લોકોમાં 10 દિવસમાં બની જાય છે એન્ટીબોડી
3. કોરોના ન થયો હોય તો બંને ડોઝના 3-4 અઠવાડિયા બાદ એન્ટીબોડી બનશે
4. કોરોનાથી ઠીક થનારામાં થોડા સમય માટે રહે છે એન્ટીબોડી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube