Haryana Politics: શું હરિયાણામાં ફરીથી કોંગ્રેસના લીડર બનવા જઈ રહ્યા છે ભૂપિન્દર સિંહ હુડ્ડા?
Haryana Congress Politics: જાણકારોના મતે, હાલમાં રાજ્યના પાર્ટી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યું હતું. આ મુલાકાતમાં પાર્ટી નેતાઓએ તેમણે રાજ્યની સ્થિતિ વિશે જાણ કરી હતી. આ મીટિંગમાં રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓને એકજૂથ થઈને રાજ્યમાં પાર્ટીને ઉપર લાવવાનો આદેશ આપ્યો હતો.
Haryana Congress Politics: હરિયાણાની રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા એકવાર ફરી મોટી જવાબદારી માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યા છે. જોકે, કોંગ્રેસના રાજ્ય એકમમાં ટૂંક સમયમાં નવા પ્રમુખની તાજપોશી થવાની છે. આ પદ માટે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પણ આગળની રેસમાં છે.
હરિયાણામાં લીડર બદલશે કોંગ્રેસ
સૂત્રોના મતે, કોંગ્રેસ હાઈકમાને હરિયાણાની પાર્ટી લીડરશિપમાં ફેરફાર કરવાનું મન બનાવી લીધું છે. આ વાતનો અહેસાસ થતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ દોડધામ તેજ કરી છે.
કોંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત
જાણકારોના મતે, હાલમાં રાજ્યના પાર્ટી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યું હતું. આ મુલાકાતમાં પાર્ટી નેતાઓએ તેમણે રાજ્યની સ્થિતિ વિશે જાણ કરી હતી. આ મીટિંગમાં રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓને એકજૂથ થઈને રાજ્યમાં પાર્ટીને ઉપર લાવવાનો આદેશ આપ્યો હતો.
પાર્ટી નેતાઓની વચ્ચે મતભેદ દૂર કરવાની કોશિશ
સૂત્રોના મતે, આંતરિક ઝઘડાઓના કારણે કોંગ્રેસને હાલમાં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. તેને જોતા પાર્ટી હવે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માટે તૈયાર નથી અને તે રાજ્યમાં પોતાના તમામ નેતાઓની વચ્ચે મતભેદોને દૂર કરવાની કોશિશ કરી રહી છે.
આમ આદમી પાર્ટીના રૂપમાં નવો પડકાર પણ સામે
હરિયાણામાં અત્યાર સુધી કોંગ્રેસ અને ઈન્ડિયન નેશનલ લોક દળની સરકાર રહી છે. જોકે, વર્ષ 2014માં બીજેપી રાજ્યની સરકારમાં આવી અને ત્યારથી તેઓ સત્તામાં છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આ પાર્ટીઓ સિવાય આમ આદમી પાર્ટી તરીકે નવા એક પક્ષનો પણ સામનો કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube