Cabinet Committee માં મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની-સિંધિયાની એન્ટ્રી, જાણો શું થયા મોટા ફેરફાર
કેબિનેટ વિસ્તરણ બાદ હવે કેન્દ્ર સરકારે કેબિનેટ સમિતિઓ(Cabinet Panels) માં પણ ફેરફાર કર્યા છે અને નવા મંત્રીઓને તેમાં જગ્યા મળી છે.
નવી દિલ્હી: કેબિનેટ વિસ્તરણ બાદ હવે કેન્દ્ર સરકારે કેબિનેટ સમિતિઓ(Cabinet Panels) માં પણ ફેરફાર કર્યા છે અને નવા મંત્રીઓને તેમાં જગ્યા મળી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર યાદવ, અને સર્બાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા, ગિરિરાજ સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી રાજનીતિક મામલા (Political Affairs)ની મહત્વની કેબિનેટ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર સમિતિઓમાંથી બહાર થયા છે.
રિજિજૂ અને અનુરાગ ઠાકુર સામેલ
મંત્રીમંડળ સચિવાલય તરફથી સોમવારે રાતે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંસદીય મામલાના કેબિનેટ સમિતિમાં કેન્દ્રીય મંત્રીઓ વીરેન્દ્રકુમાર, કિરણ રિજિજૂ અને અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયાને સામેલ કરવામાં આવ્યા છે.
સુરક્ષા મામલા (Security Affairs) પર નિર્ણય લેનારી દેશની સર્વોચ્ચ સંસંથા, સુરક્ષા સંબંધી કેબિનેટ સમિતિ અને નિયુક્તિ સંબંધી કેબિનેટ સમિતિમાં કોઈ ફેરફાર કરાયો નથી. નિયુક્તિ સંબંધી કેબિનેટ સમિતિ સંયુક્ત સચિવ અને તેનાથી ઉપરના પદની સરકારી નિયુક્તિ અંગે નિર્ણય લે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube