ભારતના ટચૂકડા પાડોશી દેશે ચીનને આપ્યો મોટો ઝટકો, ખરબોનો પ્રોજેક્ટ અદ્ધર તાલે
ભારતના સૌથી ટચૂકડા પાડોશી દેશ ભૂટાને ચીન દ્વારા અપાયેલા બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવ (BRI) ફોરમ બેઠકમાં સામેલ થવાના આમંત્રણને ઠુકરાવી દીધુ છે.
નવી દિલ્હી: ભારતના સૌથી ટચૂકડા પાડોશી દેશ ભૂટાને ચીન દ્વારા અપાયેલા બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવ (BRI) ફોરમ બેઠકમાં સામેલ થવાના આમંત્રણને ઠુકરાવી દીધુ છે. ભારતે અગાઉ આ આમંત્રણને ઠુકરાવી દીધેલુ છે. ભૂટાન સિવાયના ભારતના મોટાભાગના પાડોશી દેશો માલદીવ, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ આ બેઠકમાં સામેલ થવાના છે. કહેવાય છે કે આ બેઠકમાં 40 દેશોના પ્રતિનિધિઓ સામેલ થવાના છે.
સમાચાર પત્ર ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલમાં રાજનયિક સૂત્રોના હવાલે જણાવાયું છે કે ભૂટાન બીઆરઆઈ ફોરમ બેઠકમાં સામેલ થશે નહીં. ચીને ભૂટાનની નવી સરકારને લૂભાવવાની ખુબ કોશિશ કરી હતી. જેથી કરીને તેને ભારતના પ્રભાવથી દૂર લઈ જઈ શકાય.
ઓસ્ટ્રેલિયાની નાઈટ ક્લબની બહાર અંધાધૂંધ ફાયરિંગ, 4 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
ભૂટાન સાથે ચીનના રાજનયિક સંબંધ નથી જો કે તે પોતાની અર્થવ્યવસ્થાને વધારવા માટે ચીન સાથે ભાગીદારી વધારવા માંગે છે. ભૂટાનની સરકારનું માનવું હતું કે બીઆરઆઈ ફોરમમાં તેની હાજરીથી ભારતમાં સારા સંકેત નહીં જાય. ભૂટાન આ અગાઉ પણ 2017માં આ બેઠકનો બોયકોટ કરી ચૂક્યું છે.
જુઓ LIVE TV