અસમ સરકારે યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) તરફ પહેલું પગલું ભર્યું છે. આ મુહિમમાં હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ અને ડિવોર્સ એક્ટ 1935 ને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અસમમાં હવે દરેક લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થશે. અસમ સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે તેમના આ નિર્ણયથી બાળ વિવાહને ખતમ કરવાની દિશામાં મદદ મળશે. સરકારનો આ નિર્ણય શુક્રવારે રાતે રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન  લેવાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડને પગલે પગલે આગળ વધે છે અસમ?
અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડમાં હાલમાં જ સમાન નાગરિકતા કાનૂન લાગૂ કરવામાં આવ્યો છે અને તેના ત્રણ અઠવાડિયા બાદ આ નિર્ણય આવ્યો છે. મંત્રી જયંત મલ્લબારુઆએ તેને UCC ની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે. 


બાળ વિવાહ અટકશે
અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કરીને જણાવ્યું કે 23 ફેબ્રુઆરીએ અસમ કેબિનેટે સદીઓ જૂના અસમ મુસ્લિમ વિવાહ અને તલાક રજિસ્ટ્રેશન અધિનિયમને રદ કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. આ અધિનિયમમાં વર અને વધુ કાયદેસર ઉંમર 21 અને 18ના ન હોય તો પણ વિવાહ રજિસ્ટ્રેશનની મંજૂરી આપનારી કેટલીક જોગવાઈઓ સામેલ હતી. આ પગલું અસમમાં બાળ વિવાહ પર રોક લગાવવાની દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube