અનેક દિવસથી જેની આશંકા હતી લાગે છે કે એ જ થવા જઈ રહ્યું છે. આજે સાંજે 4 વાગે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર રાજ્યપાલને મળવા માટે જવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ રાજીનામું આપી શકે છે. સૂત્રોએ ઝી મીડિયાને જણાવ્યું છે કે નીતિશકુમાર ફરીથી પાટલી બદલી શકે છે. આરજેડીથી મોહભંગ થયા બાદ નીતિશકુમાર હવે ભાજપ સાથે મળીને સરકાર બનાવશે. આ બધા વચ્ચે જેડીયુએ 28 જાન્યુઆરીએ થનારા પોતાના તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે. મહારાણા પ્રતાપ પર મિલર હાઈ સ્કૂલ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ થવાનો છે. આ દિવસે એટલે કે 28 જાન્યુઆરીએ હવે નીતિશકુમારનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. 


સૂત્રોએ જણાવ્યું છે કે નવી સરકારમાં નીતિશકુમાર મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ બનશે. આ રીતે હવે નીતિશકુમારનું એનડીએનો ભાગ  બનવો લગભગ નક્કી જેવું લાગે છે. બિહારનો આ રાજકીય ઘટનાક્રમ કોંગ્રેસના નેતૃત્વવાળા INDIA અલાયન્સ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણી નજીક છે અને એન્ટી ભાજપ મોરચો બનાવવાના સૂત્રધાર જ ખુબ ભગવા દળ સાથે હાથ મિલાવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી સરકારમં ભાજપના નેતા સુશીલ મોદી બિહારના ડેપ્યુટી સીએમ બની શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube