કેન્દ્રની મોદી સરકારે કેનેડાને વધુ એક જડબાતોડ જવાબ આપતા ભારતીય નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી  બહાર પાડી છે. ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવાયું છે કે કેનેડામાં વધતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજનીતિક રીતે સમર્થિત ધૃણિત અપરાધો અને અપરાધિક હિંસાને જોતા કેનેડામાં રહેતા કે ત્યાં જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકો માટે વધુ સાવધાની વર્તવાનો આગ્રહ કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારની આ એડવાઈઝરી એટલા માટે પણ કેનેડાને જડબાતોડ જવાબ છે કારણ કે એક દિવસ પહેલા જ કેનેડાની સરકારે એડવાઈઝરી બહાર પાડતા ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને ઉચ્ચ સ્તરની સાવધાની વર્તવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. કેનેડા તરફથી બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવાયું હતું કે આતંકી હુમલાઓના જોખમને જોતા ભારતમાં વધુ સાવધાની વર્તવી. શક્ય હોય તો ભારતની બિનજરૂરી યાત્રા કરવાથી બચવું


શું છે ભારતે બહાર પાડેલી એડવાઈઝરીમાં?
એડવાઈઝરીમાં કહેવાયું છે કે હાલની ધમકીઓમાં ભારતીય રાજનયિકો અને ભારતીય સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ધમકીઓમાં એવા લોકોને ખાસ કરીને ટાર્ગેટ કરાયા છે જે ભારત વિરોધી એજન્ડાઓની ટીકા કરે છે. આથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડાના એ વિસ્તારો અને સંભવિત સ્થળોની યાત્રા કરવાથી બચો જ્યાં આવી ઘટનાઓ ઘટી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube