LPG Price Today: વર્ષ 2023એ વિદાય લઈ લીધી છે અને આપણાં જીવનમાં વર્ષ 2024ની એન્ટ્રી થઈ ગઈ છે. બલ્કે એમ કહીએ કે આપણે વર્ષ 2024માં એન્ટ્રી લઈ લીધી છે તો એ પણ એક જ વાત છે. પણ અહીં વારંવાર વર્ષના આંકડાની વાત એટલે કરવામાં આવી છેકે, કારણકે, આખા 2023ના વર્ષમાં લોકોએ ઘણી આશા રાખી પણ એ કામ ના થયું તો ના જ થયું. અને એજ કામ નવા વર્ષે એટલેકે, વર્ષ 2024ની સવારની પહેલી કિરણ સાથે જ થઈ ગયું. એ સાથે જ કરોડો દેશવાસીઓને મળી મોટી ખુશખબર...જાણો વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષે LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો થયો છે, સાથે જ વિમાન કંપનીઓ દ્વારા પ્લેનનું ભાડું પણ ઘટવામાં આવ્યું છે. જેના કારણે તમારા ખિસ્સા પર ભારણ હતું તે હવે ઘટી ગયું છે. નવું વર્ષ શરૂ થતાં જ એક સારા સમાચાર મળ્યા છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમત આજથી જ લાગુ થશે.


તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આંશિક ઘટાડો કર્યો છે. નવા વર્ષના પહેલા દિવસે કંપનીઓએ પ્રતિ સિલિન્ડરની કિંમતમાં 1.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો આજથી એટલે કે નવા વર્ષ 2024ના પ્રથમ દિવસથી લાગુ થશે. જો કે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય માણસને આનો કોઈ સીધો લાભ નહીં મળે. ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા સિલિન્ડર જૂના દરે જ મળશે.


હવાઈ ​​મુસાફરી સસ્તી થશે!
હા, OMC એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પણ એવિએશન ફ્યુઅલની કિંમતમાં ઘટાડો કર્યો છે. કિંમતોમાં આશરે રૂ. 4162.50 પ્રતિ કિલો લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. સળંગ ત્રીજા ઘટાડા સાથે હવાઈ ભાડામાં ઘટાડો થવાની ધારણા છે. નવા દર આજથી અમલમાં આવશે.