અયોધ્યાઃ વિધાનસભા ચૂંટણી દરમિયાન અને ગણતંત્ર દિવસ પહેલા ભગવાન રામની નગરી અયોધ્યામાં એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જ્યાં રેલ બ્રિજના ત્રણ હુક્સ અને ત્રણ બોલ્ટ રાતોરાત ખોલી દેવામાં આવ્યા હતા. આ બોલ્ટ બ્રિજ સાથે ટ્રેકને જોડવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટળી ગયું મોટું ષડયંત્ર 
જલ્પા નાળા પર રેલ્વે બ્રિજ નંબર 297 પર ટ્રેકને જોડવા માટે ત્રણ હૂક બોલ્ટ અને ત્રણ આઉટર બોલ્ટ ગાયબ થતા સમગ્ર રેલ્વે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. રવિવારે સવારે રેલવે કર્મચારીઓની નજર પડી ત્યાં સુધીમાં ત્રણ મોટી ટ્રેન આ બ્રિજ પરથી આડેધડ પસાર થઈ ગઈ હતી. આ ઘટનાથી રેલવે અધિકારીઓ પણ ચોંકી ગયા છે. જોકે, આ સ્પેરપાર્ટ્સને દૂર કરવાથી, હાઇ સ્પીડ ટ્રેનના પાટા પરથી ઉતરી જવાનું જોખમ ઘણું વધી જાય છે.

શેર બજારમાં રોકાણ કરતાઓ માટે મોટા સમાચાર! લાગૂ થવા જઈ રહ્યો છે T+1 સેટલમેન્ટ સાઈકલ


કેસની તપાસ ચાલુ
ટ્રેક પરથી નટ બોલ્ટ નિકાળવાની આ ઘટનાને પગલે રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને આ અંગે કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ ષડયંત્રનું રહસ્ય જાણવા લખનઉ ડીઆરએમ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. જો વધુ બે કે ત્રણ બોલ્ટ ગુમ થઈ ગયા હોત તો ટ્રેન પલટી ગઈ હોત. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તરત જ ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું.


'આ સાધારણ ચોરી નથી'
આ સમગ્ર મામલાના ખુલાસા બાદ આરપીએફ (RPF) એ બોલ્ટ ચોરીનો કેસ નોંધ્યો છે. તો બીજી તરફ, ઇન્ડીયન રેલવે (Indian Railway)એ તેની પાછળ કોઈ ઊંડું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. મામલો મળતાની સાથે જ એસએસઇએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એસએસઈના જણાવ્યા અનુસાર રેલ બ્રિજ પર કોઈ સરળતાથી બોલ્ટ ખોલી શકતું નથી. તેઓ રેન્ચ અને અન્ય સાધનોની મદદથી ઘણા પ્રયત્નો પછી ખોલી શકાય છે. તેથી આ ઘટનાને સામાન્ય ચોરી ગણી શકાય નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube