હિજાબ પ્રોટેસ્ટની આડમાં પાકિસ્તાની ષડયંત્રનો થયો ખુલાસો, IB એ અલર્ટ બહાર પાડ્યું
હિજાબ મામલે એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાની આતંકી સંગઠન દ્વારા ભારતમાં હિજાબ રેફરેન્ડમ દ્વારા અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે.
નવી દિલ્હી: હિજાબ મામલે એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાની આતંકી સંગઠન દ્વારા ભારતમાં હિજાબ રેફરેન્ડમ દ્વારા અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે. આ મામલે ભારતની ગુપ્તચર એજન્સી આઈબીએ અલર્ટ બહાર પાડ્યું છે.
આઈબી અલર્ટની કોપી ઉપલબ્ધ
ઝી ન્યૂઝ પાસે આઈબી અલર્ટની કોપી છે. મળતી માહિતી મુજબ ISI એ ભારતમાં હિજાબ રેફરેન્ડમ માટે વેબસાઈટ બનાવી. આ ઉપરાંત શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપંતવંત સિંહ પન્નુ પાસે ISI એ વીડિયો બહાર પડાવ્યો. ISI ના ષડયંત્ર બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓ એક્ટિવ થઈ. જેના પર આઈબીએ અલર્ટ બહાર પાડ્યું છે.
શીખ ફોર જસ્ટિસ પાસે બહાર પડાવ્યો વીડિયો
અલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપંતવંત સિંહ પન્નુએ વીડિયો બહાર પાડ્યો છે. જેમાં તેઓ ભારતને તોડવા માટે હિજાબ જનમત સંગ્રહ જેવો એજન્ડા ફેલાવવાની કોશિશમાં છે. પન્નુએ ભારતીય મુસ્લિમોને અપીલ કરી છે કે તેઓ હિજાબ રેફરેન્ડમ શરૂ કરે અને ભારતને ઉર્દુસ્તાન બનાવવા તરફ આગળ વધે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube