ઝી બ્યુરો/નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટ ઓપરેટર (DIAL) એ જાહેરાત કરી છે કે માર્ચ 2023 ના અંત સુધીમાં ટર્મિનલ 2 અને 3 ના તમામ પ્રવેશ અને બોર્ડિંગ ગેટ પર ડિજીયાત્રા સુવિધા શરૂ કરવામાં આવશે. એપ્રિલ સુધીમાં આ સુવિધા દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 1 ના એન્ટ્રી ગેટ સુધી પણ લંબાવવામાં આવશે. ડીજીયાત્રા સેવામાં પેપરલેસ અને કોન્ટેક્ટલેસ મુસાફરી કરી શકાશે. આમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમથી વેરિફિકેશન થશે. તેના દ્વારા બોર્ડિંગ પાસ સાથે જોડાયેલા પેસેન્જરની ચકાસણી કરી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજીમાં મેઘો ત્રાટક્યો: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 3 દિવસ છે મહાખતરો!


નવી ઈ-સુવિધા પેપર બોર્ડિંગ પાસ વેરિફિકેશનને દૂર કરતી વખતે એન્ટ્રી ગેટ, બોર્ડિંગ ગેટ અને સુરક્ષા તપાસની પ્રક્રિયાને ઝડપી બનાવશે. તેનાથી મુસાફરોનો સમય બચશે. આ લગભગ 15 થી 25 મિનિટ બચાવશે. ચાલો જાણીએ શું છે ડિજીયાત્રા...


ગુજરાતના માથે છે સૌથી મોટું જોખમ! આ તારીખો નોંધી લેજો, આગામી ત્રણ કલાક સૌથી ભારે


ડિજીયાત્રા શું છે: નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ડિજીયાત્રાની રજૂઆત કરવામાં આવી હતી. આ સેવા શરૂઆતમાં દિલ્હી, બેંગલુરુ અને વારાણસી એરપોર્ટ પર શરૂ કરવામાં આવી હતી અને આગામી મહિનાઓમાં વધુ સ્થાનિક એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડિજીયાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પેપરલેસ મુસાફરી માટે પેસેન્જરો પોતાની મુસાફરીની વિગતો ડિજીયાત્રા એપમાં સેવ કરી શકે છે. આ ઈ-સિસ્ટમ આધાર સાથે જોડાયેલી છે. તે બોર્ડિંગ ગેટ પર ઝડપી તપાસ કરે છે. ચાલો જાણીએ કે ડિજીયાત્રા પર કેવી રીતે નોંધણી કરવી.


ગ્લોબલ વોર્મિંગને કારણે ખેતીમા વિનાશ સર્જાશે! આગામી વર્ષોમાં જો બચવું હશે તો અપનાવો.


ડિજીયાત્રા પર કેવી રીતે નોંધણી કરવી:


  • સૌથી પહેલા તમારે DigiYatra એપ ડાઉનલોડ કરીને ઓપન કરવાની રહેશે.

  • તમારે તમારું ડિજીયાત્રા આઈડી બનાવવું પડશે. આમાં તમારે નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ઓળખનો પુરાવો આપવાનો રહેશે.

  • બધા દસ્તાવેજો સબમિટ કર્યા પછી, તમને ડિજીયાત્રા આઈડી આપવામાં આવશે.

  • જો તમે આધારની વિગતો આપી હોય તો ડિજીયાત્રા માટે તમારું વેરિફિકેશન ઓનલાઈન થશે કારણ કે આધાર કાર્ડમાં તમારી બાયોમેટ્રિક માહિતી હોય છે. જો કે, જો તમે આધારની વિગતો સબમિટ કરી નથી, તો તમારે એરપોર્ટ પર CISFનો સંપર્ક કરીને મેન્યુઅલી તમારા IDની ચકાસણી કરાવવી પડશે.


Gujarat ST: હોળી-ધૂળેટીમાં વતન જવાના છો? તો જાણો એસટી વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય


એરપોર્ટ પર ડિજીયાત્રાનો ઉપયોગ કેવી રીતે કરવો:


  • વેરિફિકેશન પછી તમારે એન્ટ્રી ગેટ પર ઈ-ટિકિટ અથવા બોર્ડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે.

  • QR કોડ સ્કેનર તમારા ID અને મુસાફરીની વિગતોની ચકાસણી કરશે અને DigiYatra ID ચહેરાની ઓળખ અને ચકાસણી કરશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ઇ-ગેટ ખુલશે અને તમે પ્રવેશ કરી શકશો.