રશિયા પાસેથી 200 કામોવ હેલિકોપ્ટરની ખરીદી પર લેવાઈ શકે છે મોટો નિર્ણય, ચીન-PAKને ચટાડશે ધૂળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસમાં ભારત અને તેમના મિત્ર દેશ વચ્ચે કામોવ કેએ-226 (Kamov Ka-226) હેલિકોપ્ટરની ડીલ અંગે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ભારતને આ હળવા હેલિકોપ્ટરની જરૂર પોતાના જૂના ચેતક અને ચીતા હેલિકોપ્ટરને બદલવા માટે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતને સેના અને વાયુસેના માટે 200 હેલિકોપ્ટરની જરૂર છે.
નવી દિલ્હી/મોસ્કો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસમાં ભારત અને તેમના મિત્ર દેશ વચ્ચે કામોવ કેએ-226 (Kamov Ka-226) હેલિકોપ્ટરની ડીલ અંગે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ભારતને આ હળવા હેલિકોપ્ટરની જરૂર પોતાના જૂના ચેતક અને ચીતા હેલિકોપ્ટરને બદલવા માટે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતને સેના અને વાયુસેના માટે 200 હેલિકોપ્ટરની જરૂર છે.
કામોવ હેલિકોપ્ટર 20,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે આથી તે સિચાચીન જેવી જગ્યાએ કારગર સાબિત થઈ શકે છે. જ્યાં ચેતક અને ચીતા હેલિકોપ્ટર કામ આવતા હતાં. આ એક હળવા હેલિકોપ્ટર છે. અને એકવારમાં ચારથી છ ટ્રુપ લઈ જઈ શકે છે. તે એકવારમાં એક ટન લોડ પણ લઈ જઈ શકે છે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...