યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હવે હોસ્ટેલ ફી પર જીએસટી ચૂકવવો નહીં પડે. જીએસટી કાઉન્સિલે શૈક્ષણિક સંસ્થોનોના પરિસર અને બહારની હોસ્ટેલ ટેક્સમાંથી જીએસટી હટાવવાનો નિર્ણ કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને દેશભરના વિદ્યાર્થીઓ વખાણી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓનું શું કહેવું છે? જોઈશું આ અહેવાલમાં....


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    GST કાઉન્સિલનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય

  • હોસ્ટેલ ફી પર હવે નહીં આપવો પડે ટેક્સ

  • સરકારના એક નિર્ણયથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ


સાંભળ્યું ને....
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને મોદી સરકારના લોકો વખાણ કરી રહ્યા છે. કેમ કે જીએસટી કાઉન્સિલની 53મી બેઠક શનિવારે યોજાઈ. જેમાં અનેક રાજ્યના નાણામંત્રી પણ સામેલ થયા. બેઠકમાં કાઉન્સિલે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો.


  • સરકારની વિદ્યાર્થીઓને રાહત

  • GST કાઉન્સિલનો બેઠકમાં મોટો નિર્ણય

  • હોસ્ટેલ ફી પર હવે નહીં આપવો પડે ટેક્સ

  • વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

  • નિર્ણયથી વાલીઓને આર્થિક રીતે આંશિક રાહત

  • બીજા વિદ્યાર્થીઓ પણ હવે હોસ્ટેલમાં રહી શકશે


હોસ્ટેલમાં ફી પર ટેક્સ નહીં લગાવવાની સાથે જીએસટી કાઉન્સિલે શરત પણ રાખી છે. વિદ્યાર્થીની હોસ્ટેલ ફી 20,000 પ્રતિ મહિનો હશે. વિદ્યાર્થીએ 90 દિવસ સુધી હોસ્ટેલમાં રહેવું પડશે. કાઉન્સિલે કહ્યું કે હવે કોઈપણ શૈક્ષણિક સંસ્થાન પરિસરની બહાર હોસ્ટેલની સુવિધા આપશે તો તેને પણ જીએસટી નહીં આપવો પડે. કેન્દ્ર સરકારના આ એક નિર્ણયથી દેશના વિદ્યાર્થીઓ ઘણા ખુશ છે. 


હાલ તો કેન્દ્ર સરકારના પ્રયાસોથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓને પણ મોટી રાહત મળી છે. કેમ કે પહેલાં હોસ્ટેલ ફી પર જીએસટી લાગુ થવાથી તેમને આર્થિક રીતે મોટો ફટકો પડતો હતો. પરંતુ હવે તે બાદ થવાથી હવે વાલીઓને આર્થિક રીતે આંશિક રાહત થશે.