નવી દિલ્હી: મૌલાના સાદ અને તેના પુત્રો સહિત મરકજના 11 બેંક એકાઉન્ટ સહિત 125 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ક્રાઇમ બ્રાંચની રડાર પર આવી ગયા છે. તપાસ દરમિયાન એજન્સીઓને ખબર પડી કે તે જમાતી છે, જેમના બેંક એકાઉન્ટમાં જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ખૂબ પૈસા આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવ્યા. ક્રાઇમ બ્રાંચે એવા જ 125 એકાઉન્ટની યાદી બનાવી છે. જેમાં કેટલાક વિદેશથી આવેલા જમાતી પણ હતા. લગભગ 2041 જમાતી મરકજ સાથે જોડાયેલા છે. ક્રાઇમ બ્રાંચને શક છે કે આટલા બધા બેંકા એકાઉન્ટ દ્વારા વિદેશોમાં મળનાર વિદેશી કરન્સીના હવાલેથી ભારતીય કરન્સીમાં બદલી નાની નાની રકમ તરીકે નાખવામાં આવતી હશે, જેથી બેંકની ગાઇડલાઇન્સ અનુસાર કોઇને શંકા પણ ન જાય. 


ત્યારબાદ આ પૈસાને કોઇ બીજા એકાઉન્ટમાં ટ્રાંસફર કરી દેવામાં આવતા હતા. ક્રાઇમ બ્રાંચ હવે આ 125 એકાઉન્ટ હોલ્ડરની ઓળખ કરવામાં લાગી છે. ક્રાઇમ બ્રાંચે ત્યાર સુધી પોતાની તપાસમાં જાણ્યું છે કે સૌથી વધુ પૈસા સાઉદી અરબ અને મિડલ ઇસ્ટના દેશોમાંથી મરકજને હવાલા દ્વારા મળતા હતા. 


પૈસાને જમાતિઓના રહેવા ખાવા અને ધર્મના પ્રચાર માટે લેવામાં આવતા હતા. વિદેશોના આર્થિક રૂપથી સંપન્ન તબલીગી જમાતના લોકો પાસેથી એક દિવસમાં 1000 જમાતિઓના રહેવા ખાવા અને પીવાના ખર્ચ તરીકે જો 50,000 રૂપિયા ખર્ચ આવે છે અને આ 50 હજારને 365 દિવસ એટલે કે એક વર્ષ મુજબ ગુણાકાર કરીએ તો આ મોટી રકમ થાય છે. આટલી મોટી રકમ સતત મરકજને મળતી હતી, જેને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં નાખવામાં આવતી હતી. 


ધર્મના પ્રચાર માટે જનાર ટુકડી આ રીતે બચાવતી હતી પૈસા!
સૂત્રોના અનુસાર પોતાના ધર્મના પ્રચાર માટે મરકજ સાથે અલગ-અલગ ટુકડીઓ બહાર જાય છે, કઇ ટુકડીમાં કેટલા લોકો છે અને તેમના આવવા-જવાનો, રહેવા અને ખાવા પીવાનો કેટલો ખર્ચ થશે, તેના પર ઘણી બધી વસ્તુઓ નક્કી થતી હતી, કઇ ટુકડીમાં કોણ કોણ જશે, તેનો નિર્ણય પણ મૌલાના સાદ કરતો હતો. 


ટુકડીમાં જનાર લોકોની આર્થિક સ્થિતિ પણ જોવામાં આવતી હતી, દરેક ટુકડીમાં કેટલાક વિદેશી પણ હતા. દરેક એક ટુકડીનો એક લીડર બનાવવામાં આવતો હતો, અને દરેક ટુકડી પાસેથી પૈસા જમા કરાવી લેવામાં આવતા હતા. જમા કરાયેલા પૈસા ટુકડીના લીડરને આપવામાં આવતા હતા. તે લીડર પાસે જ તે અપિસાનો ખર્ચ કરવાનો અધિકાર હતો. 


સૂત્રોનું કહેવું છે કે ટુકડી જે વિસ્તારોમાં જતી હતી, ત્યાં આ લોકો મસ્જિદમાં રહેતા હતા. સાથે જ સ્થાનિક લોકોના ઘરમાં ખાતા પીતા હતા. એવામાં આ લોકોનો ખર્ચ એકદમ ઓછો આવતો હતો. પૂછપરછ દરમિયા આ પ્રકારના તથ્ય સામે આવ્યા છે કે જે પૈસા બચતા હતા તે જમાતના નિજામુદ્દીન મુખ્યાનૌં માન લેવામાં આવતું હતું. 


પૂછપરછ એ પણ ખબર પડીકે પૈસાની લેણદેણ અલગ અલગ લોકો કરતા હતા, પરંતુ પૈસાવાળા ખાતાનો હિસાબ મૌલાના સાદના ત્રણ પુત્રો મોહમંદ યૂસૂફ, મોહમંદ સઇદ અને મોહમંદ ઇલિયાસ સાથે-સાથે મૌલાના સાદનો ભત્રીજો ઓવૈસ પાસે રહેતો હતો.