નવી દિલ્હી : જો ઘરમાં ગરોળી આવી તો ઘણા લોકોનો ડરીડરીને જીવ નીકળી જતો હોય છે. આ ગરોળી સામાન્ય રીતે કોઈ હુમલો નથી કરતી પણ દેખાવમાં બહુ ડરામણી લાગે છે. જોકે દિલ્હીના દ્વારકા ખાતે નેતાજી સુભાષચ્ંદ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NSIT)ની ગર્લ્સ હોસ્ટેલમાં 16 મેના દિવસે બહુ મોટા કદની ગરોળી આવી જતા છોકરીઓએ ચીસાચીસ કરી મૂકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પ્રકારની ગરોળીને મોનિટર લિઝાર્ડ કહેવામાં આવે છે. આ તસવીર The Alliance - NSIT's newspaperએ ફેસબુક પર પોસ્ટ કરી છે. આ ન્યૂઝપેપરમાં આપેલી માહિતી પ્રમાણે ગરોળી હોસ્ટેલ 1ના ત્રીજા માળના બાથરૂમમાંથી મળી હતી જેને જોઈને હોસ્ટેલની છોકરીઓ પણ ડરી ગઈ હતી.  


આ છે ઇશા અંબાણીનું આલિશાન સાસરિયું, અહીં જ આનંદે કર્યુ હતું પ્રપોઝ


આ મોનિટર લિઝાર્ડ બહુ ઝેરીલી હોય છે. જો એ બટકું ભરી લે તો મોત નથી થતી પણ વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડી જાય છે. ક્રિતિકા અનુરાગી નામની યુવતીએ આ તસવીરને ક્લિક કરી છે. આ ગરોળીને બાથરૂમમાં બંધ કરીને મેનેજમેન્ટને આ વાતની જાણ કરવામાં આવી. ફરિયાદ પછી વાઇલ્ડલાઇફ સાથે સંકળાયેલી વ્યક્તિઓ આવી હતી અને ગરોળીને બેહોશ કરીને હોસ્ટેલથી દૂર લઈ ગયા હતા.