Board Exam Latest News: બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ હે બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર આયોજિત કરવામાં આવશે. એટલું જ નહીં ધોરણ 11 અને ધોરણ 12માં વિદ્યાર્થીઓએ બે ભાષાનો અભ્યાસ કરવો પડશે. બુધવારે શિક્ષણ મંત્રાલયે શાળાઓ માટે નવો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જાહેર કર્યો છે. જે મુજબ 2024 સત્રથી બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વખત આયોજિત કરવામાં આવશે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને આ બંને પરીક્ષામાંથી જે સર્વશ્રેષ્ઠ માર્ક્સ હોય તે પસંદ કરવાની મંજૂરી હશે. શિક્ષણ મંત્રાલયના નવા પાઠ્યક્રમના માળખા હેઠળ બોર્ડ પરીક્ષાઓ મહિનાઓના કોચિંગ અને ગોખણપટ્ટીની ક્ષમતાની સરખામણીએ વિદ્યાર્થીઓની સમજ અને દક્ષતાના સ્તરનું મૂલ્યાંકન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિષય પસંદગી
શિક્ષણ મંત્રાલયના નવા પાઠ્યક્રમના માળખા હેઠળ ધોરણ 11 અને ધોરણ 12માં વિષયોની પસંદગી 'સ્ટ્રીમ' સુધી મર્યાદિત નહીં રહે. તેમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને મનગમતા વિષય પસંદ કરવાની પૂરી આઝાદી રહેશે. નવા પાઠ્યક્રમના માળખા મુજબ શાળા બોર્ડ યોગ્ય સમયમાં 'માંગણી મુજબ' પરીક્ષાની રજૂઆત કરવાની ક્ષમતા વિક્સિત કરશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube