40 લાખથી વધુ સરકારી કર્ચમારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, સરકારે લીધો આ નિર્ણય
CGHS Scheme: સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ હેઠળ પ્રાઈવેટ હોસ્પિટલો માટે સારવારના દર સરકારે રિવાઈઝ કર્યા છે. આ સાથે જ હવે સરકારી કર્મચારીને ખાનગી હોસ્પિટલમાં દેખાડવા માટે સેન્ટર જઈને રેફર કરાની જરૂર નહી પડે.
CGHS Scheme: સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ હેઠળ પ્રાઈવેટ હોસ્પિટલો માટે સારવારના દર સરકારે રિવાઈઝ કર્યા છે. આ સાથે જ હવે સરકારી કર્મચારીને ખાનગી હોસ્પિટલમાં દેખાડવા માટે સેન્ટર જઈને રેફર કરાની જરૂર નહી પડે. વીડિયો કોલ દ્વારા પણ રેફરલ લઈ શકાશે. જો CGHS દર્દી સેન્ટર સુધી ન જઈ શકે તો તે કોઈ પરિજનને સેન્ટર મોકલીને પણ રેફર કરાવી શકે છે.
થયો આ મોટો ફેરફાર
ઓપીડીમાં સારવારના ભાવ 150થી વધારીને 350 કરવામાં આવ્યા.
આઈપીડી એટલે કે દાખલ દર્દીના કન્સલ્ટેશનના ભાવ 300થી વધારીને 350 કરાયા.
આઈસીયુમાં પહેલા 862 રૂપિયા અને રૂમ રેન્ટ આપવાનું રહેતું હતું પણ હવે આ ભાવ 5400 રૂપિયા કરી દેવાયા છે.
રૂમનું ભાડું
જનરલ વોર્ડ પહેલા 1000 રૂપિયાનો હતો જે હવે 1500 રૂપિયાનો થયો છે. સેમી પ્રાઈવેટ 2 હજાર રૂપિયાથી વધીને 3 હજાર રૂપિયા. જ્યારે પ્રાઈવેટ વોર્ડ 3 હજાર રૂપિયાથી વધારીને 4500 રૂપિયા ક
આંખનું તેજ વધારે છે આ 5 વસ્તુઓ, ઉંમર વધશે તો પણ નહીં આવે બેતાલારાયો છે.
શું રોટલી-ભાત ખાવાનું છોડી દઈએ તો ફટાફટ ઉતરશે વજન? જાણો વેઈટ લોસની સરળ રીત
સ્થાનિક મિકેનિક પાસે વાહનની સર્વિસ કરાવતા હોવ તો સાવધાન!, આ વાતો ધ્યાનમાં રાખજો...
હોસ્પિટલોની હતી આ ફરિયાદ
સરકારી કર્મચારી CGHS એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ હેઠળ સારવાર કરાવે છે જેમાં એવી પ્રાઈવેટ હોસ્પિટલોમાંથી મફત સારવાર કરાવી શકાય છે જે CGHS પેનલ સાથે જોડાયેલા છે. સારવારનો ખર્ચ સરકાર ભોગવે છે અને પ્રાઈવેટ હોસ્પિટલોને નિશ્ચિત રેટ્સ હેઠળ ચૂકવણી થાય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલોની ફરિયાદ હતી કે રેટ્સ વધારવામાં આવે અને સમયસર ચૂકવણી કરવામાં આવે.
સરકારે ઉઠાવવો પડશે ભાર
નવા રેટ્સ બાદ સરકારે વાર્ષિક 240 થી 300 કરોડ રૂપિયાનો વધારાનો બોજો ઉઠાવવો પડશે. CGHS સુવિધા હેઠળ 42 લાખ લોકો ફાયદો ઉઠાવે છે. આ સ્કીમ હેઠળ 338 એલોપેથી અને 103 આયુષ સેન્ટર આવે છે. 79 શહેરોમાં 1670 હોસ્પિટલ CGHS પેનલ સાથે જોડાયેલી છે. 213 ડાયગ્નોસ્ટિક લેબ આ સુવિધા સાથે જોડાયેલી છે.
(અહેવાલ સાભાર- પૂજા મક્કર)