BIG NEWS: જાણો નરેન્દ્ર મોદીનો બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાનો `સ્પેશિયલ પ્લાન`
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવી ગયા પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શુક્રવારે એટલે કે 24 મેના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની અંતિમ બેઠક સાંજે યોજાવાની છે. આ બેઠક સાંજે 5.00 કલાકે પ્રસ્તાવિત છે. નરેન્દ્ર મોદી પણ કેન્દ્રીય મંત્રીમંડળની આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાનો પ્રસ્તાવ પસાર કરાશે. કેન્દ્રીય મંત્રીઓની મંજૂરી મળી ગયા બાદ નરેન્દ્ર મોદી આ પ્રસ્તાવ લઈને રાષ્ટ્રપતિને મળશે અને 16મી લોકસભા ભંગ કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે.
આ બેઠકમાં લોકસભા ભંગ કરવાનો પ્રસ્તાવ પસાર કરવાની સાથે-સાથે કેન્દ્રીય મંત્રીઓના રાજીનામા પણ લઈ લેવામાં આવશે. રાષ્ટ્રપતિ લોકસભા ભંગ કરવાનો પ્રસ્તાવ સ્વીકારીને લોકસભા ભંગ કરવાનો આદેશ આપશે, જે એક નિયમિત વહીવટી પ્રક્રિયા હોય છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આવતીકાલે એટલે કે 25 મેના રોજ ભાજપના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠક થવાની સંભાવના છે. આ કારણે, તમામ ચૂંટાયેલા સાંસદોને આવતીકાલ સવાર સુધી દિલ્હી પહોંચી જવાની સુચના આપવામાં આવી છે. સાંસદોની બેઠક માટે સંસદનો સેન્ટ્રલ હોલ 25 અને 26 મે માટે બૂક કરી દેવાયો છે.
નવા ચૂંટાયેલા સાંસદોની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા ચૂંટવાની ઔપચારિક્તા પૂરી કરવામાં આવશે. નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા જાહેર થયા પછી તેમના નામનો એક પત્ર તૈયાર કરવામાં આવશે. તેની સાથે જ NDA ગઠબંધનના સાથી પક્ષોના સમર્થનનો પત્ર પણ તૈયાર કરવામાં આવશે.
આ છે PM મોદીની પ્રચંડ જીતના કારણો, જેનાથી દેશની જનતા થઈ હતી ઈમ્પ્રેસ
[[{"fid":"216845","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
સરકાર રચવાનો દાવો
એ પત્રો લઈને નરેન્દ્ર મોદી અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે સરકાર રચવાનો દાવો રજૂ કરવા માટે રાષ્ટ્રપતિ પાસે જશે. તેમની સાથે NDAના સાથી પક્ષોના મોટા નેતાઓ પણ રાષ્ટ્રપતિને મળવા જાય તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિને પત્ર રજૂ કરીને નરેન્દ્ર મોદી સરકાર રચવાનો દાવો રજૂ કરશે. બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ સંસદમાં જે સૌથી મોટો પક્ષ હોય તેના નેતાને સરકાર રચવા માટે આમંત્રણ આપશે. ત્યાર બાદ શપથ લેવાની પ્રક્રિયા શરૂ થશે. નરેન્દ્ર મોદીના બીજી વખત શપથ ગ્રહણ કરવાના આ કાર્યક્રમને ભાજપ ભવ્યાતિભવ્ય બનાવવા માગે છે. આથી, તેનું વિશાળ આયોજન કરાશે.
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી આગામી 100 દિવસમાં આ 10 પડકારનો કરવો પડશે સામનો
વારાણસીમાં ધન્યવાદ રેલી અને રોડ શો
જોકે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લે તે પહેલા કેટલાક અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે. સૂત્રોના અનુસાર નરેન્દ્ર મોદી 28 મેના રોજ અરૂણાચલપ્રદેશમાં નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા જાય તેવી સંભાવના છે. અહીં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળ્યો છે. એ જ દિવસે એટલે કે 28 મેના રોજ નરેન્દ્ર મોદી વારાણસીમાં એક ધન્યવાદ રેલી પણ સંબોધવાના છે. જેની સાથે વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીમાં વિજય પછી PM મોદીએ લીધા અડવાણી અને મુરલી મનોહર જોશીના આશિર્વાદ
હીરાબાના લેશે આશિર્વાદ
નરેન્દ્ર મોદી શપથ લેતા પહેલા ગુજરાતની મુલાકાત પણ લઈ શકે છે. તેઓ ગુજરાત પોતાની માતા હીરાબાના આશિર્વાદ લેવા આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2014માં પણ જ્યારે ભાજપને ચૂંટણીમાં પૂર્ણ બહુમત પ્રાપ્ત થયો ત્યારે નરેન્દ્ર મોદી માતા હિરાબાના આશિર્વાદ લીધા પછી જ દિલ્હી ગયા હતા.
30 મેના રોજ શપથગ્રહણની સંભાવના
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપ મે મહિનાના અંદર જ શપથ લઈ લેવા માગે છે. આથી, શુભ મુહૂર્ત જોયા પછી 30 મેના રોજ શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવે તેવી ભાજપના આંતરિક વર્તૂળોમાં ચર્ચા ચાલી રહી છે.
દેશમાં પૂર્ણ બહુમતની સરકારની બીજી ઘટના
વર્ષ 1971 પછી આ બીજી ઘટના હશે જ્યારે કોઈ પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે. મોદી બીજા નેતા હશે જે પૂર્ણ બહુમતની સરકારના વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીના શપથગ્રહણ સમારોહમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓને નિમંત્રણ અપાઈ શકે છે. આ ઉપરાંત, શક્ય છે કે પડોશી દેશના વડાઓ અને વિશ્વના અન્ય દેશોના વડાઓને પણ નરેન્દ્ર મોદીના બીજી વખતના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહમાં નિમંત્રણ આપવામાં આવે.
જૂઓ LIVE TV...