BIG NEWS: હવે બાળકોને બાઈક પર લઈ જતાં પહેલાં સાવધાન! સરકારે જાહેર કર્યા છે આ કડક નિયમો
બાઈક્સ પર હવે બાળકો માટે હેલમેટ જરૂરી હશે. તેની સાથે-સાથે દ્વિચક્રીય વાહન પર જો બાળક સાથે છે તો સ્પીડ લિમિટનું પણ ધ્યાન રાખવું પડશે. કેન્દ્ર સરકારે તેના માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
નવી દિલ્લી: બે પૈડાંવાળા વાહનો પર હવે બાળકો માટે હેલમેટ અને સેફ્ટી બેલ્ટ ફરજિયાત જોશે. તેના માટે કેન્દ્ર સરકાર તરફથી સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. નોટિફિકેશન પ્રમાણે કુલ ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે.
નોટિફિકેશન પ્રમાણે આ નવા નિયમો 15 ફેબ્રુઆરી 2023થી લાગુ થશે. આ પહેલાં ઓક્ટોબર 2021માં મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરીને નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ આપ્યો હતો.
નોટિફિકેશનમાં શું છે:
નિયમો પ્રમાણે મોટર સાઈકલ પર 9 મહિનાથી 4 વર્ષના બાળકોને બેસાડીને લઈ જનારાએ સેફ્ટી બેલ્ટ લગાવવો પડશે. પાછળ બેઠેલા બાળકોને ક્રેશ હેલમેટ પહેરવું પડશે જે તેના માથા પર સંપૂર્ણ રીતે ફિટ બેસતું હોય. બે પૈડાંવાળા વાહન પર 4 વર્ષથી નાનું બાળક બેઠું હોય, ત્યારે તેની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે ન હોવી જોઈએ. સેફ્ટી હાર્નેસ વિશે કહેવામાં આવ્યું છે કે તેની ક્ષણતા 30 કિલોગ્રામ સુધી ભાર સહન કરવાની હોવી જોઈએ. હાર્નેસના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે તે ભારે નાયલોન-પૂરતા કુશનિંગ યુક્ત ફોમવાળી મલ્ટીફિલામેન્ટથી બનેલી હોવી જોઈએ. તે વોટરપ્રૂફ અને ટકાઉ હોવી જોઈએ.
શું હોય છે સેફ્ટી હાર્નેસ:
સેફ્ટી હાર્નેસ એક રીતે સેફ્ટી જેકેટ જેવું હોય છે. તેમાં એકબાજુ બેલ્ટ ટુ વ્હીલર ચલાવનારા સાથે જોડાયેલી રહેશે. તો બીજી બાજુ તે બાળકના ઉપરના ભાગ સાથે જોડાયેલી હોય છે. તેને હુકની મદદથી બંને પહેરી શકે છે.
જોખમથી ભરેલા માલવાહન વાહનોમાં ટ્રેકિંગ સિસ્ટમ હોવી જરૂરી:
કેન્દ્ર સરકાર તરફથી વધુ એક નિયમ બનાવવામાં આવશે. તે જોખમથી ભરેલા માલવાહક વાહનો પર લાગુ થશે. તેમાં એવા વાહનોને ટ્રેકિંગ સિસ્ટમ લગાવવી જરૂરી હશે તેનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ગેર રાષ્ટ્રીય પરમિટવાળા વાહન ઓર્ગન, નાઈટ્રોજન, ઓક્સિજન જેવા ખતરનાક અને જોખમભરેલા સામાનનું વહન કરી રહેલા વાહનોમાં ટ્રેકિંગ સિસ્ટમ હોતી નથી. સિસ્ટમ લાગવાથી તેની ફિટનેસ અને લોકેશનની માહિતી મળતી રહેશે.
વર્ષ 2019માં આવ્યો હતો નવો ટ્રાફિક નિયમ:
આ પહેલાં કેન્દ્ર સરકારે 2019માં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કેટલાંક સુધારા કર્યા હતા. જેને પછી લાગુ કરવામાં આવ્યા હતા. તેમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો પર દંડની રકમ વધારી દેવામાં આવી હતી. જેમ કે સીટ બેલ્ટ કે હેલમેટ ન પહેર્યું હોય તો પહેલાં 100 રૂપિયા દંડ હતો. હવે તે 1000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જ્યારે દારૂ પીને ગાડી ચલાવવા પર 2000નો દંડ હતો. તે હવે 10,000 રૂપિયા છે. લાયસન્સ વિના પહેલાં દંડ માત્ર 500 રૂપિયા હતા. જે હવે 5000 રૂપિયા છે. જ્યારે સ્પીડ લિમિટ તોડવા પર 5000 રૂપિયાના દંડની જોગવાઈ છે.