Big News of Airlines: આ રૂટ પર 3 મહિના સુધી કેન્સલ કરવામાં આવી ફ્લાઈટ્સ, જોઈ લો આ List
કોવિડ-19ના વધતા કેસોની અસર હવે દેખાવા લાગી છે. ઈન્ડિગો એરલાઈન્સે (IndiGo airlines) અમુક મહત્વ પૂર્ણ રૂટ પરની ઉડાન મર્યાદીતકરી દીધી છે. ઈન્ડિગોએ કેન્સલ પ્લેનના મુસાફરોને રિફન્ડ આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્લીઃ કોવિડ-19ના વધતા કેસોની અસર હવે દેખાવા લાગી છે. ઈન્ડિગો એરલાઈન્સે (IndiGo airlines) અમુક મહત્વ પૂર્ણ રૂટ પરની ઉડાન મર્યાદીતકરી દીધી છે. ઈન્ડિગોએ કેન્સલ પ્લેનના મુસાફરોને રિફન્ડ આપવાની જાહેરાત કરી છે. કોરોનાના વાયરસના વધતા સંક્રમણ માટે ત્રીજી લહેરના ભણકારાએ પોતાની અસર બતાવવાની શરૂ કરી દીધી હતી. કોવિડ-19 અને ઓમિક્રોન (Covid-19 / Omicron) ના કેસ સતત વધી રહ્યા છે જેના કારણે ફરી એક વખત ભયનો માહોલ ઉભો થયો છે.
કોરોનાના વધતા કેસના કારણે ઈન્ડિગો એર લાઈન્સે (IndiGo airlines) ઘણા રૂટ પર પ્લેનની સંખ્યા ઓછી કરી દીધી છે. ઈન્ડિગોએ પશ્ચિમ બંગાળથી નવી દિલ્લી અને મુંબઈ માટેના પ્લેનની સંખ્યા ઘટાડી દીધી છે. છેલ્લા 3 મહિના સુધી આ રૂટ પર પ્લેનની સંખ્યા ઘટાડી દેતા (Daily Flights) હવે મુસાફરોને મુશ્કેલી પડશે. આ સાથે પ્લેનની ટિકિટ (Air Fare) માં પણ વધારો થઈ શકે છે.
અઠવાડિયામાં માત્ર બે દિવસ જ જશે પ્લેન-
ઈન્ડિગોએ જણાવ્યું છે કે સરકારી ગાઈડલાઈન્સને જોતા ફ્લાઈટની સંખ્યા મર્યાદિત કરી દેલવામાં આવી છે. પશ્ચિમ બંગાળ (West Bengal) સરકારે કોવિડ -19 ના વધતા કેસને જોતા નવી દિલ્લી (New Delhi) અને મુંબઈ (Mumbai) માટે રાજ્યમાં હવે અઠવાડિયામાં બે દિવસ પ્લેનના અગમનને મંજૂરી આપવામાં આવી છે.
ઈન્ડિગોએ આપી જાણકારી-
ઈન્ડિગોએ આપેલી જાણકારી પ્રમાણે પશ્ચિમ બંગાળના કોલકત્તા, દુર્ગાપુર અને બગડોગરાથી હવે દિલ્લી અને મુંબઈ માટે અઠવાડિયામાં બે વખત સોમવાર અને શુક્રવારે જ ફ્લાઈટ આવન -જાવન કરશે. છેલ્લા ત્રણ મહિના સુધી ઈન્ડિગોએ પોતાના પ્લેનની સંખ્યા ઓછી કરી છે.
રિફન્ડ ક્લેમ કરી શકે છે મુસાફર-
ઈન્ડિગોએ આ જાહેરાતની સાથે એ જાણકારી પણ આપી છે કે, જે મુસાફરોએ ટિકિટ બુક કરાવી છે તેમને ઈન્ડિગોને વેબસાઈટમાં જઈને રિફન્ડ માટે ક્લેમ કરવો અથવા ઈચ્છા પ્રમાણે બીજુ અવેલેબલ પ્લેન પસંદ કરવું. ટિકિટ રિફન્ડ માટે મુસાફરોને વેબસાઈટ www.goindigo.in પર જઈને 'Plan B' પર ક્લિક કરવાનું રહેશે.