લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે હરિયાણામાં ભાજપને ગૂપચૂપ રીતે મોટો ઝટકો આપી દીધો છે. હરિયાણામાં 3 જેટલા અપક્ષ ધારાસભ્યોએ નાયબ સિંહ સૈની સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યુ છે. આ સાથે જ કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઉદયભાને કહ્યું કે હરિયાણાની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. કોંગ્રેસ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની અને જલદી વિધાનસભા ચૂંટણી યોજવાની માંગણી રજૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

90 સીટોવાળી વિધાનસભામાં હાલ ભાજપની 40, કોંગ્રસની 30, જેજેપીની 10, ઈનેલો તથા એચએલપીની એક-એક બેઠક છે. આ ઉપરાંત 6 અપક્ષો વિધાનસભા સભ્ય છે. બહુમત માટે 46નો આંકડો જોઈએ. જેજેપીના સમર્થન પાછું ખેંચ્યા બાદ ભાજપ 6 અપક્ષો અને એક એચએલપી વિધાયકની મદદથી સરકાર બચાવવામાં સફળ થયો હતો. જે 6 અપક્ષ વિધાયકોએ ટેકો આપ્યો હતો તેમાં નયનપાલ રાવત (પૃથલા વિધાયક), ધર્મપાલ ગોંદર (નીલોખેડી), રણધીર સિંહ ગોલન (પુંડરી), રાકેશ (બાદશાહપુર વિધાયક), સોમબીર સાંગવાન (ચરખીદાદરી), અને બલરાજ કૂંડુ (મહમ) સામેલ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube