આજે ટકરાશે સૌર તોફાન! સેટેલાઇટ-મોબાઇલ થઈ જશે બંધ, જાણો ભારતમાં કેટલો છે ખતરો?
ભારતીય વૈજ્ઞાનિકો પણ તેના પર નજર રાખી રહ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વિશેષજ્ઞો અનુસાર તેમણે ભારતીય સેટેલાઈટ ઓપરેટરોને અત્યારે સતર્ક રહેવા જણાવ્યું છે. એવામાં મોટો સવાલ એ છે કે શું આ સોલર તોફાનની અસર ભારત ઉપર પણ પડશે.
Solar Storm: અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે એક મોટું સોલર તોફાન પૃથ્વી તરફ આવી રહ્યું છે. નાસાની ચેતવણી છે કે તે પૃથ્વી સાથે ટકરાશે, જેના કારણે ઈલેક્ટ્રોનિર સંચાર વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. ભારતીય વૈજ્ઞાનિકો પણ તેના પર નજર રાખી રહ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વિશેષજ્ઞો અનુસાર તેમણે ભારતીય સેટેલાઈટ ઓપરેટરોને અત્યારે સતર્ક રહેવા જણાવ્યું છે. એવામાં મોટો સવાલ એ છે કે શું આ સોલર તોફાનની અસર ભારત ઉપર પણ પડશે.
iPhone 17 માં Apple કરશે ધમાકો! હોઈ શકે છે નવી ડિસ્પ્લે ટેક્નોલોજી, સામે આવી આ વાત
દૂરસંચાર અને સેટેલાઈટને થઈ શકે છે નુકસાન
એનડીટીવીના રિપોર્ટ અનુસાર ભારતીય ખગોળ ભૌતિકી સંસ્થાનના નિદેશકે જણાવ્યું છે કે પૃથ્વી તરફ આવનાર સોલર તોફાન દૂરસંચાર અને સેટેલાઈટને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે જણાવ્યું છે કે સોલર તોફાન સૂર્ય દ્વારા સૌર મંડળમાં પ્રક્ષેપિત કણો, ઉર્જા, ચૂંબકીય ક્ષેત્ર અને સામગ્રીનો અચાનક વિસ્ફોટ છે. વૈજ્ઞાનિકો અનુસાર આજે એટલે કે 6 ઓક્ટોબરે ધરતીથી ટકરાઈ શકે છે.
10 ઘણો લાભ આપશે આ વર્ષે દશેરા! 3 રાશિવાળા જાતકોની પલટાશે કિસ્મત, વિશ્વાસ નહીં કરો
પાવર કટ જેવી સમસ્યાઓ
રિપોર્ટ અનુસાર તેમણે દાવો કર્યો છે કે થોડાક સમય પહેલા જે સૌર જ્વાળા ભડકી હતી, તે તાકાતના મામલામાં મેમાં થયેલી જ્વાળા સમાન છે. મજબૂત સૌર વાવાઝોડું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર (મેગ્નેટોસ્ફિયર) માં એક મોટી ખલેલ પેદા કરી શકે છે, જે રેડિયો બ્લેકઆઉટ, પાવર કટ જેવી અસરોનું કારણ બની શકે છે. ડૉ. સુબ્રમણ્યમે કહ્યું કે હાલમાં આ વાવાઝોડા અંગે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામ
તેમણે જણાવ્યું છે કે સૌર તોફાનની આશંકાને જોતા અમે મેગ્નેટોસ્ફિયર પર પણ નજર રાખીશું, પરંતુ અમે જોવા માંગીએ છીએ કે તેને પૃથ્વી સાથે ટકરાતા કેટલા દિવસો લાગે છે. આ સૌર તોફાન પૃથ્વી પર કોઈને સીધું નુકસાન પહોંચાડતું નથી, કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણ આપણને આ બધા ખતરનાક સૌર તોફાનથી બચાવે છે.