નવી દિલ્હી: આખરે ભારતે પોતાના દુશ્મનોના દાંત ખાટા કરવા માટે વધુ એક શસ્ત્ર તૈયાર કરી લીધું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ઈન્ડિયન એરફોર્સ (IAF) સાથેની ભાગીદારીની મદદથી ઓડિશાના કિનારેથી સંપૂર્ણ સ્વદેશી રીતે રીતે વિકસિત લોંગ રેન્જ બોમ્બ (LRB)નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સ્વદેશી રૂપથી બનાવવામાં આવેલા બોમ્બએ  સીમાને  કવર કરી અને લક્ષ્યને બારીકાઈથી ટાર્ગેટ કર્યું હતું.


ધરતી પર આવી રહ્યું છે કૃદરતનું રૌદ્ર સ્વરૂપ સૌર તોફાન, મોબાઈલ, GPS સિગ્નલ પણ થશે ઠપ્પ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડૉ. જી સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે મિશનના તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, LRBના સફળ પરીક્ષણે સિસ્ટમના આ વર્ગની સ્વદેશી વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.


UFF!!! આ શું કર્યું Urfi Javedએ? પડદો હટ્યો અને એવા ડ્રેસમાં જોવા મળી કે આંખો રહી જશે પહોંળી


લાંબી રેન્જના બોમ્બને હૈદરાબાદમાં DRDO પ્રયોગશાળા, રિસર્ચ સેન્ટર ઈમરત(RCI) દ્વારા અન્ય DRDO પ્રયોગશાળાઓના સહયોગથી ડિઝાઇન અને બનાવવામાં આવ્યો છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે DRDO, IAF અને સફળ ઉડાન પરિક્ષણમાં સામેલ અન્ય ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે લાંબા અંતરના ગાઈડેડ બોમ્બ ભારતીય સશસ્ત્ર દળો માટે એક શક્તિશાળી બળ સાબિત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube