Success Story: હિન્દી મીડિયમમાં ભણેલા વ્યક્તિને Google એ આપ્યું 3.30 કરોડનું પેકેજ
અનેક લોકોને એવું લાગે છે કે અમે અમારા બાળકોને માતૃભાષામાં ભણાવીશું અને અંગ્રેજીમાં નહીં ભણાવીએ તો તેઓ જીવનમાં સફળ થઈ શકશે નહીં. પરંતુ જો તમે પણ આવું વિચારતા હોવ તો તે સદંતર ખોટું છે.
Success Story: અનેક લોકોને એવું લાગે છે કે અમે અમારા બાળકોને માતૃભાષામાં ભણાવીશું અને અંગ્રેજીમાં નહીં ભણાવીએ તો તેઓ જીવનમાં સફળ થઈ શકશે નહીં. પરંતુ જો તમે પણ આવું વિચારતા હોવ તો તે સદંતર ખોટું છે. આજે અહીં અમે તમને એક એવા વ્યક્તિની સફળતાની કહાની જણાવી રહ્યા છીએ જેણે પોતાનો શરૂઆતનો અભ્યાસ હિન્દી મીડિયમમાં કર્યો અને હવે Google એ આ વ્યક્તિને 3.30 કરોડ રૂપિયાની શાનદાર જોબ પેકેજની ઓફર કરી છે.
આ વ્યક્તિનું નામ શ્રીધર ચંદન છે. રાજસ્થાનના અજમેરના રહીશ શ્રીધરે સફળતાની નવી કહાની લખી છે. શ્રીધરને ગૂગલે 3.30 કરોડ રૂપિયાના વાર્ષિક પેકેજની ઓફર કરી છે. ગૂગલે તેમને સીનિયર ગ્રુપ એન્જિનિયરના પદ પર પોસ્ટિંગ આપી છે. શ્રીધર હાલ ન્યૂયોર્કની કંપની બ્લૂમબર્ગમાં સીનિયર એન્જિનિયરના પદે કાર્યરત છે.
Video: દારૂ માફિયાઓએ યુવતીના વાળ કાપ્યા, મોઢું કાળું કરી જૂતાની માળા પહેરાવી સરઘસ કાઢ્યું
બાળપણથી જ અભ્યાસ પર ફોકસ
શ્રીધર ચંદન બાળપણથી જ અભ્યાસ પ્રત્યે એટલા ફોકસ હતા કે તેઓ ન તો માતાનું સાંભળતા કે ન પરિવારના સભ્યોનું. તે ફક્ત પોતાના અભ્યાસ પર ધ્યાન આપતા. પિતા હરિ ચંદનાનીના જણાવ્યાં મુજબ શ્રીધર 31 ડિસેમ્બર 1985ના રોજ અજમેરના જવાહર લાલ નહેરુ સરકારી હોસ્પિટલમાં જન્મ્યા હતા. તેમનો શરૂઆતનો અભ્યાસ હિન્દી મીડિયમમાં થયો છે. ત્યારબાદ અજમેરના સેન્ટ પોલ સ્કૂલમાં એડમિશન થયું.
દુશ્મની માટે '36 કા આંકડા' નો જ ઉપયોગ કેમ થાય છે? ખુબ જ રસપ્રદ છે કારણ
પિતાએ જણાવ્યું કે તેઓ 8માં ધોરણની મેરિટમાં આવ્યા હતા. ત્યારબાદ આદર્શ શાળાથી 12મું ધોરણ અને ત્યારબાદ તેમનું સિલેક્શન AIEEE માં થયું. પૂનાથી કમ્યુટર સાયન્સમાં બીઈની ડિગ્રી લીધા બાદ તેમણે સૌથી પહેલા હૈદરાબાદમાં ઈન્ફોસિસ કંપની જોઈન કરી. ત્યારબાદ વર્ષ 2012માં માસ્ટર ડિગ્રી લેવા અમેરિકા ગયા. ત્યાં વર્જિનિયા ટેક યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ બ્લૂમબર્ગમાં નોકરી મેળવી.
પિતાએ જણાવ્યું કે ચંદને જોબ સાથે હાયર સ્ટડી ચાલુ રાખ્યો હતો. વર્ષ 2021માં તેણે રજા લઈને અભ્યાસ કર્યો ત્યારબાદ તેનું ગૂગલમાં સિલેક્શન થઈ ગયું. તેઓ ખુબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું જીવન સંઘર્ષમાં પસાર થયું છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube