શ્રીનગરઃ Doda Road Accident: જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. જ્યાં કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ રોડ પરથી ઉતરી ગઈ અને ડોડા જિલ્લાના અસાર ક્ષેત્રમાં ટ્રંગલ પાસે ઢાળથી લગભગ 250 મીટર નીચે પડી હતી. આ બસમાં કુલ 40 લોકો સવાર હતા, જેમાંથી 36 લોકોના મોત થયા છે. ઘટનાની જાણકારી મળતા સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ કંટ્રોલ રૂમ ડોડાના એક પોલીસ અધિકારીએ કહ્યું- એક બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી, ડોડા જિલ્લાના અસાર ક્ષેત્રમાં ટ્રુંગલની પાસે રસ્તા પરથી નીચે ઉતરી 250 મીટર નીચે બીજા માર્ગ પર પહોંચી ગઈ. તેમ કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 36 જેટલા લોકોના મોત થયા છે. 


કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એક્સ પર આ દુર્ઘટનાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મેં ડોડાના ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહ સાથે વાત કરી છે. ઈજાગ્રસ્તોને કિશ્તવાડ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની સારવાર માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. હું સતત સંપર્કમાં છું અને બચાવ કાર્ય પર નજર રાખી રહ્યો છું. ઘટના બાદ સ્થાનીકોએ તત્કાલ રાહત કાર્ય શરૂ કરી દીધુ હતું. બસમાં કુલ 55 જેટલા લોકો સવાર હતા. તેવામાં મૃતકોનો આંકડો વધી શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube