નવી દિલ્હીઃ સતત આક્રમક પગલાં અને સાવચેતી રાખ્યા બાદ પણ ભારતમાં કોરોનાનો કેર થોભવાનું નામ લઈ રહ્યો નથી. શનિવારે વાયરસના 2564 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા અને 99 લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં આ કોઈ એક દિવસમાં કોરોના વાયરસના અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં આ જીવલેણ વાયરસતી જીવ ગુમાવનારની સંખ્યા 1320 થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસના 2564 કેસ શનિવારે દેશભરમાં નોંધાયા, જેણે માત્ર એક દિવસ પહેલાના 2333 કેસોનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ભારતમાં આ વાયરસના સંક્રમણ બાદથી પ્રથમવાર છે કે એક દિવસમાં દર્દીઓની સંખ્યા 2500ને પાર થઈ છે. આ સાથે ભારતમાં કોવિડ-19ના મામલા 40 હજારના આંકડાથી માત્ર 211 ઓછા રહી ગયા ચે. 10 હજાર દર્દી તેનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. 


દિલ્હીમાં શનિવારે 384 નવા પોઝિટિવ કેસ આવ્યા, જે રાજધાનીમાં અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. તો મહારાષ્ટ્રમાં 790 નવા મામલા સામે આવ્યા છે. આ સાથે ગુજરાતમાં 333, તમિલનાડુમાં 231, પંજાબમાં 187, ઉત્તર પ્રદેશમાં 159, પશ્ચિમ બંગાળમાં 127, રાજસ્થાનમાં 106 કેસ સામે આવ્યા છે. 


કોરોના વાયરસને કારણે શનિવારે 99 લોકોએ અંતિમ શ્વાલ લીધા હતા. તેમાં 36 લોકોના મૃત્યુ મહારાષ્ટ્ર અને તેમાંથી 27 તો માત્ર મુંબઈમાં નોંધાયા છે. તો દિલ્હીમાં 3 લોકોના મૃત્યુ બાદ મૃત્યુઆંક 64 થઈ ગયો છે. તો ગુજરાતમાં 26, પશ્ચિમ બંગાળમાં 15, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 6-6, કર્ણાટકમાં 3 અને યૂપી, તેલંગણા અને હરિયાણામાં એક-એક લોકોનું મૃત્યુ થયું છે. 


બિહારમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 56 કેસની સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 481 થઈ ગઈ છે. અહીં અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે. તો આંધ્રપ્રદેશમાં 62 નવા મામલાની સાથે કોરોના સંક્રમણના મામલા 1525 સુધી પહોંચી ગયા છે. ઓડિશામાં 8 નવા કેસની સાથે રાજ્યમાં હવે 157 દર્દીઓ થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube