મુઝફ્ફરપુરઃ બિહારમાં ફરી એક વખત 'લીચી' ફળના કારણે થતી બીમારી ઈન્સેફલાઈટિસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં આ તાવના કારણે મુઝફ્ફરપુરમાં 19 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે, દર વર્ષની જેમ તંત્ર આ વખતે પણ મોતના આંકડા દબાવાના પ્રયાસ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્સેફલાઈટિસ તાવના કારણે ઉનાળાની આ ઋતુમાં સરકારી હોસ્પિટલમાં 15નાં મોત થયા છે, જ્યારે એક ખાનગી હોસ્પિટલમાં અન્ય 4 બાળકોનાં મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે 


ઈન્સેફ્લાઈટિસ તાવથી પીડિત બાળકોનો એસઆઈ માનીને તેમના તાવનાં લક્ષણોને આધારે ઈલાજ કરવામાં આવે છે. સાથે જ જિલ્લા તંત્ર આ બિમારી અંગે કેટલું ગંભીર છે તેનો અંદાજ તમને રજૂ કરવામાં આવેલા રિપોર્ટથી સમજાઈ જશે. 


આજથી 3 દિવસ સુધી આ રાજ્યના લોકોએ રહેવું પડશે સતર્ક, ભીષણ ગરમી સાથે ચાલશે લૂ 


8 જૂનના રોજ જે રિપોર્ટ તૈયાર કરાયો હતો, તેના પર અધિકારી 11 જુનના રોજ હસ્તાક્ષર કરે છે. બની શકે કે આ એક માનવીય ભુલ હોય, પરંતુ એક અધિકારીને જો તારીખ યાદ ન હોય તો પછી તે બીમારીના કારણે મોતને ભેટતા બાળકોનું મોનિટરિંગ કેવી રીતે કરશે તે એક સવાલ છે. 


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર જો લીચીનું ફળ સંપૂર્ણ પાક્યું ન હોય અને અડધું કાચું રહ્યું હોય તો તેના કારણે આ બીમારી થાય છે. લીચીમાં રહેલું એક વિશેષ પ્રકારનું તત્વ નાના બાળકોના શરીરમાં ઈન્ફેક્શન લગાવે છે. દર વર્ષે અનેક બાળકો ઈન્સેફ્લાઈટિસને કારણે મોતને ભેટે છે, પરંતુ તંત્ર દ્વારા આગમચેતીનાં કોઈ પગલાં લેવાતા નથી. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...