SC/ST એક્ટ વિરુદ્ધ સવર્ણ સંગઠનોનું આજે ભારત બંધ, MPમાં કલમ 144 લાગુ, બિહારમાં હાઈ એલર્ટ
મધ્ય પ્રદેશમાં સપાક્સ, કરણી સેના અને બ્રાહ્મણ સંગઠન સાથે તમામ સવર્ણ સંગઠનોએ પણ ભારત બંધનું સમર્થન કર્યુ છે.
નવી દિલ્હી: એસસી-એસટી એક્ટનો વિરોધ કરી રહેલા અનારક્ષિત વર્ગે આજે ભારત બંધની જાહેરાત કરી છે. બંધ દરમિયાન હિંસા અને અપ્રિય ઘટનાઓને રોકવા માટે સમગ્ર પ્રદેશમાં બપોરે 3 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આ સાથે જ પરવાનગી વગર ધરણા પ્રદર્શન, રેલી અને સમૂહમાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. મધ્ય પ્રદેશમાં સપાક્સ, કરણી સેના અને બ્રાહ્મણ સંગઠન સાથે તમામ સવર્ણ સંગઠનોએ પણ ભારત બંધનું સમર્થન કર્યુ છે. આ મામલાની ગંભીરતાને જોતા તમામ જિલ્લાઓમાં પોલીસે એલર્ટ જાહેર કરી છે. આ બાજુ બંધના પગલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જન આશીર્વાદ યાત્રાની મોટા ભાગની સભાઓ હેલિકોપ્ટરથી પૂરી કરશે. હાલમાં જ શિવરાજના કાફલા પર થયેલા પથ્થરમારા અને એસસી-એસટી એક્ટનો વિરોધ જોતા આ ફેસલો લેવાયો છે.
સવર્ણ સંગઠનોના દેશવ્યાપી આંદોલનને જોતા બિહારમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાઈ છે. મધ્ય પ્રદેશના શ્યોપુર, છત્તરપુર, અશોકનગર, ગુના, ગ્વાલિયર, મુરૈના, શિવપુરી, દતિયા અને ભિંડ જિલ્લાઓને સંવેદનશીલ જિલ્લાઓમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, દતિયા સહિત અનેક જિલ્લાઓમાં શાળાના સંગઠનોએ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સ્વેચ્છાએ શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભિંડના કલેક્ટરે ગુરુવારે તમામ શાસકીય અને અશાસકીય વિદ્યાલયોને બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.
ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાની માંગ
જબરપુરના જિલ્લાધિકારી છાવી ભારદ્વાજે રાજ્યના ગૃહ વિભાગને પત્ર લખીને બંધ દરમિયાન ઈન્ટરનેટ સેવા બંધ રાખવાની માગણી કરી છે. આ બાજુ પ્રદેશમાં બંધની અસર એક દિવસ પહેલેથી વ્યાપક પણે જોવા મળી હતી. કોઈ અનહોનીના ડરથી સૌથી પહેલા મધ્ય પ્રદેશના પેટ્રોલ પંપ સંચાલક એસોસિએશને પેટ્રોલ પંપ બંધ રાખવાની જાહેરાત કરી. એપી પેટ્રોલ પંપ સંચાલક એસોસિએશનના અધ્યક્ષ અજય સિંહે સ્પષ્ટ કર્યું કે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે.
34 એસએએફની કંપની 6 હજાર આરક્ષક
એમપી પીએચક્યુ સમગ્ર પ્રદેશના હાલાત પર નજર રાખી રહ્યાં છે. આઈજી ઈન્ટેલિજન્સ મકરંદ દેઉસ્કરનું માનીએ તો મધ્ય પ્રદેશના તમામ રેન્જ આઈજી અને એસપીને હાઈ એલર્ટ પર રેહવાનું કહેવાયુ છે. પોલીસ ચીફ ડીજીપી ઋષિકુમાર શુક્લા પ્રદેશના હાલાતો અંગે બેઠકો યોજી રહ્યાં છે. ઈન્ટેલિજન્સ એડીજી રાજીવ ટંડન, આઈજી ઈન્ટેલિજન્સ મકરંદ દેઉસ્કર, આઈજી લો એન્ડ ઓર્ડર યોગેશ ચૌધરીએ બુધવારે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પીએક્ચયુએ 2 જિલ્લાઓમાં નેશનલ હાઈવે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સમગ્ર પ્રદેશમાં 34 એસએએફની કંપનીઓ અને 6 હજાર આરક્ષકોની તહેનાતી કરાઈ છે.
30થી 35 સંગઠનોનું બંધને સમર્થન
એસસી એસટી એક્ટના વિરોધમાં રાજપૂત કરણી સેનાએ એન્ટ્રીથી પ્રશાસન અને પોલીસ બંને પરેશાન છે. ગ્વાલિયરમાં થયેલા સ્વાભિમાન સંમેલનમાં કથાવાચક દેવકીનંદન ઠાકુરના હુંકાર અને રાજપૂત કરણી સેનાના ખુલ્લા પડકારોથી સવર્ણ આંદોલનને હવા મળી છે. અહીં ઓફિસરો પરેશાન છે. ત્યારબાદ અશોકનગર, ગુના, ગ્વાલિયર, દતિયા, મુરૈના, શિવપુરી, શ્યોપુર, છત્તરપુર, ભિંડમાં 11 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ કરાઈ છે.
જૈસલમેરમાં પણ પ્રદર્શન
વિરોધના માહોલ વચ્ચે સરહદી જિલ્લા જૈસલમેરમાં સર્વ સમાજે પણ વિરોધ પ્રદર્શનની તૈયારીઓ કરી છે. જે હેઠળ સંગઠને ગુરુવારે જૈસલમેર બંધ રાખવાનું આહ્વાન કર્યુ છે. સર્વ સમાજ દ્વારા બુધવારે શહેરના હનુમાન ચોક પર એકત્ર થઈને વિભિન્ન વ્યાપારિક સંગઠનો તથા બજારોમાં દુકાનદારોને બંધમાં સહયોગ આપવાની અપીલ કરાઈ છે. જેસલમેરના યુવાઓનું કહેવું છે કે આ કાળા કાયદાને લઈને ન તો સત્તા પક્ષ કે વિપક્ષ કઈ બોલવા તૈયાર છે. તમામ રાજકીય પક્ષો પોતાની વોટબેંકની ચિંતા કરી રહી છે. યુવાઓએ સરકારને ચેતવણી આપી છે કે જો સમય રહેતા સરકારે આ કાયદામાં ફેરફાર ન કર્યો તો યુવાવર્ગ આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં નોટાને મત આપીને સરકારનો વિરોધ કરશે.