ભાગલપુરઃ બિહારના ભાગલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો સુલતાનગંજ-અગુવાની ફોરલેન પુલ ધરાશાયી થઈ ગયો છે. જાણકારી મળી રહી છે કે 30થી વધુ સ્લેબ એટલે કે આશરે 100 ફૂટનો ભાગ ધારાશાયી થયો છે. આ પુલનું નિર્માણ ખગડિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે કરવામાં આવી રહ્યું હતું. આ પુલ ધ્વસ્ત થવાની ઘટના કેટલાક લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. આ પુલ કુલ 1750 કરોડના ખર્ચે બનવાનો હતો અને આ મુખ્યમંત્રી નીતીશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પાછલા વર્ષે એપ્રિલમાં પણ આ પુલનો એક ભાગ પડી ગયો હતો. 


બિહારના ભાગલપુરમાં 1750 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો બ્રિજ 14 મહિનામાં બીજી વખત ધરાશાયી થયો છે. સાડા સત્તરસો કરોડ રૂપિયાનો નિર્માણાધીન બ્રિજ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં તૂટી પડ્યો હતો. અને હવે ફરીથી બીજી વાર પણ ભ્રષ્ટાચારનો આ બ્રિજ ગંગા નદીમાં સ્વાહા થઈ ગયો છે.  આ બ્રિજના 3 પીલર ગંગા નદીમાં સમાઈ ગયા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube