ભાગલપુરઃ Bihar Thief Viral Video: બિહારના ભાગલપુર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એક ટ્રેનનો છે, જેમાં લોકોએ ચોરને બારીમાં લટકાવી રાખ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ચોર ચાલટી ટ્રેનમાંથી મોબાઇલ ચોરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે લોકોએ તેને ઝડપી લીધો. ત્યારબાદ તેને માર માર્યો અને પોલીસને હવાલે કરી દીધો હતો. વાયરલ વીડિયોમાં તમે ચોરને પોતાના જીવની ભીખ માંગતો જોઈ શકો છો. આ મહિને બિહારમાં આવી બીજી ઘટના છે. આ પહેલા પણ એક આવી ઘટના બેગૂસરાયમાં બની હતી. 


આ વીડિયો ભાગલપુર જિલ્લાની એક પેસેન્જર ટ્રેન (Passenger Train Video) છે, જ્યાં આવી ઘટના બનતી રહે છે. પરંતુ આ વખતે ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ઘટના લૈલખ-ધોધા રેલવે સ્ટેશન વચ્ચેની છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube