JDUએ યોગથી અંતર જાળવ્યું: ભાજપે કહ્યું આવ્યા હોત તો કાર્યક્રમને શક્તિ મળત
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે બિહારમાં જેડીયુએ યોગના કાર્યક્રમથી પોતાની જાતને દુર રાખ્યા, ત્યાર બાદથી બિહારની રાજનીતિમાં હલચલ છે
પટના : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે બિહારમાં જેડીયુએ યોગના કાર્યક્રમથી પોતાની જાતને દુર રાખી હતી. ત્યાર બાદથી બિહારની રાજનીતિમાં હલચલ મચેલી છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત જેડીયુનાં નેતા અને મંત્રી સરકારી કાર્યક્રમમાં ભાગ લેવા માટે નહોતા ગયા. જો કે જેડીયુએ પહેલા જ કહ્યું હતું કે, યોગ લોકોની પોતાનાં વ્યક્તિગત્ત ઇચ્છા છે. યોગ ઘરમાં પણ થાય છે માટે તેનો પ્રચાર કરવાની કોઇ જ જરૂર નથી.
બીજી તરફ યોગ દિવસ અંગે જેડીયુ દ્વારા યોગ દિવસમાં ભાગ નહી લેવા અંગે ભાજપ સાંસદ સીપી ઠાકુરે કહ્યું કે, જેડીયુએ ભાગ લેવો જોઇતો હતો. યોગ દિવસ કોઇ રાજનીતિક પાર્ટીનો નથી. જેડીયુ સાથે આવવાથી આ કાર્યક્રમને વધારે શક્તિ મળી હોત. મુખ્યમંત્રી નીતીશ કુમારનાંયોગ કાર્યક્રમમાં ભાગ લેવા અંગે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, જરૂરી નથી કે લોકો યોગસ્થળ પર આવીને યોગ કરે. તેમણે કહ્યું કે, આજે 190 દેશોમાં લોકો યોગ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી નીતીશ પણ ઘરમાં યોગ કરે છે અને યોગનાં કાર્યક્રમ સ્થળ પર તેમના આવવાને રાજનીતિક ચશ્માથી ન જોવામાં આવવું જોઇએ. જેડીયુનાં પ્રદેશાધ્યખ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે, યોગને કોઇ સહભાગીતા સાથે ન જોડવામાં આવવું જોઇએ. યોગ ગમે ત્યારે ગમે ત્યાં કરવામાં આવી શકે છે. લોકો પોતાનાં ઘરે પણ યોગ કરી શકે છે. જાહેર રીતે યોગ નહી કરવાનો અર્થ એવો નથી કે અમને યોગથી ચીડ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે ગુરૂવારે બિહારનાં ઘણા સ્થળો પર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ)માં રહેલી લોકજનશક્તિ પાર્ટી (લોજપા) અને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી (રાલોસપા)નાં નેતાઓએ ખુબ ઉત્સાહપુર્વક તેમાં ભાગ લીધો પરંતુ જનતા દળ(યૂનાઇટેડ) દ્વારા આ કાર્યક્રમથી યોગ્ય અંતર રાખવામાં આવ્યું હતું. બિહારની પટના ખાતેની પાટલીપુત્ર સ્પોર્ટ મેદાનમાં કલા, સાંસ્કૃતિ અને યુવા વિભાગ દ્વારા આયોજીત સામુહિક યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પરંતુ તેમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે ભાગ નહોતો લીધો.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ સત્યપાલ મલિક અને બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી રવિશંકાર પ્રસાદ અને રામકૃપાલ યાદવે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને યોગાભ્યાસ કર્યો હતો.