પટનાઃ બિહારમાં પેટાચૂંટણીની મતગણના જારી છે. અત્યાર સુધી મળેલા ટ્રેન્ડ પ્રમાણે, અરરિયા લોલસભા સીટ પર આરજેડી અને ભભુઆ વિધાનસભા સીટ પર બીજેપી લીડ કરી રહી છે. જ્યારે જહાનાબાદ વિધાનસભા સીટ પર આરજેડીને જીત મળી છે. જહાનાબાદમાં છઠ્ઠા રાઉન્ડ બાદ આરજેડીના કુમાર કૃષ્ણ મોહન યાદવ 46436 મતની સાથે આગળ ચાલી રહ્યા હતા, પરંતુ બપોરે 3.30 કલાકે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ કે આરજેડીના ઉમેદવાર કુમાર કૃષ્ણ મોહને 35036 મતોથી વિજય મેળવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમર અબ્દુલ્લાએ આપી શુભેચ્છા
જહાનાબાદમાં આરજેડીની જીતની જાહેરાત બાદ જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને તેજસ્વી યાદવ અને મીસા ભારતીને શુભેચ્છા આપી. સોનિયા ગાંધીની ડિનર પાર્ટીમાં મુલાકાતનો ઉલ્લેખ કરતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું, આજની પેટાચૂંટણીના પરિણામો બાદ તેજસ્વી યાદવ અને મીસા ભારતીને ખુબ ખુબ શુભેચ્છાઓ. ગત રાત્રે ડિનર પાર્ટીમાં તમારી સાથે મુલાકાત કરીને સારૂ લાગ્યું હતું. 



જીત પહેલા તેજસ્વીએ પણ કર્યું ટ્વીટ
ટ્રેન્ડ બાદ આરજેડી નેતા અને લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વીટ કરીને લખ્યું, અરરિયામાં 10માં રાઉન્ડના કાઉન્ટિંગ બાદ પણ સંચાલકો માત્ર ત્રીજા રાઉન્ડની ગણતરીનું પરિણામ દેખાડી રહ્યાં છે. તેજસ્વીએ લખ્યું, આખરે પ્રસાશન ક્યાં સુદી બીજેપીની હારને છુપાવશે. 


તેજસ્વીના નેતૃત્વમાં જીતઃ સુબોધ રોય
જહાનાબાદ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદ રાજદ નેતા સુબોધ રાયે તેજસ્વી યાદવના નેતૃત્વની જીત ગણાવી. તેણે કહ્યું, જહાનાબાદ પેટાચૂંટણીની જીત તેજસ્વી યાદવના નેતૃત્વની જીત છે. સુબોધ રાયે કહ્યું, જનતાએ નીતિશને આપ્યો જવાબ, બિહારની જનતાએ મન બનાવી લીધું છે, 2019મા દેશમાં પણ થશે પરિવર્તન.