Bihar Cabinet Expansion: મંગળવારે નીતિશ કેબિનેટનો વિસ્તાર, આરજેડીનો હાથ રહેશે ઉપર
Bihar News: બિહારની મહાગઠબંધન સરકારમાં કેબિનેટ વિસ્તારની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. મંગળવારે નીતિશ કેબિનેટના નવા મંત્રી શપથ લેવાના છે.
પટનાઃ નીતિશ કેબિનેટનો વિસ્તાર મંગળવારે થશે. રાજભવનને 11.30 કલાકનો સમય આપવામાં આવ્યો છે. જેડીયૂ નેતા વિજય ચૌધરીને આરજેડી અને કોંગ્રેસે સંભવિત મંત્રીઓની યાદી સોંપી દીધી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર કેબિનેટમાં આરજેડીની ભાગીદારી વધુ હોઈ શકે છે. આ વચ્ચે બિહાર વિધાનસભામાં અધ્યક્ષનું પદ આરજેડીને અને વિધાન પરિષદમાં સભાપતિનું પદ જેડીયૂને આપવા પર પણ લગભગ સહમતિ બની ગઈ છે.
આરજેડી તરફથી વિધાનસભા અધ્યક્ષ માટે અવધ બિહારી ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આરજેડીએ આ પદ માટે તેમને ચૂંટણી પણ લડાવી હતી. 17મી બિહાર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે તે મહાગઠબંધનના ઉમેદવાર બન્યા હતા. તો વિધાન પરિષદમાં સભાપતિ માટે જેડીયૂના પ્રો. રામવચન રાયનું નામ ચાલી રહ્યું છે. હાલ વિધાન પરિષદમાં કાર્યકારી સભાપતિ અવધેશ નારાયણ સિંહ છે.
તો બીજીતરફ આરજેડીને પાછલી કેબિનેટમાં ભાજપના કોટાના વિભાગો મળશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી સંભવિત નામ પર ચર્ચા કરી લીધી છે. એટલું જ નહીં સરકાર રચનાને લઈને પણ બંને વચ્ચે વિસ્તારથી વાત થઈ હતી.
નીતિશ કેબિનેટના બધા મંત્રીઓના શપથ એક સાથે યોજાશે નહીં. કેટલાક મંત્રીઓ મંગળવારે શપથ લેશે. નક્કી ફોર્મ્યૂલા પ્રમાણે આરજેડીને 17, જેડીયૂને 13, કોંગ્રેસને 3, હમને 1, અપક્ષને 1 મંત્રી પદ મળવાનું નક્કી છે. શિક્ષણ, ગ્રામીણ કાર્ય સહિત કેટલાક વિભાગ આરજેડીના ખાતામાં જ્યારે નાણા જેડીયૂ પાસે રહી શકે છે. જેડીયૂના કેટલાક જૂના મંત્રીને પડતા મુકવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ કર્ણાટકમાં વીર સાવરકરના પોસ્ટર પર વિવાદ, શિમોગામાં તણાવ બાદ કલમ 144 લાગૂ
કોણ બની શકે છે મંત્રી
રાષ્ટ્રીય જનતા દળઃ તેજપ્રતાપ યાદવ, આલોક મેહતા. કુમાર સર્વજીત, સમીર મહાસેઠ, અનિતા દેવી, લલિત યાદવ, ઋષિ કુમાર, સુરેન્દ્ર યાદવ, ચન્દ્રશેખર, કાર્તિક કુમાર, સુધાકર સિંહ, શમીમ અહદમ, રણવિજય સાહૂ, અખ્તરૂલ ઇસ્લામ શાહીન.
જેડીયૂઃ વિજય કુમાર ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ, ઉપેન્દ્ર કુશવાહા, શ્રવણ કુમાર, સંજય ઝા, અશોક કુમાર ચૌધરી, લેશી સિંહ, મદન સહની, જમા ખાન, સુનીલ કુમાર, શીલા મંડલ.
હમઃ સંતોષ સુમન
અપક્ષઃ સુમિત સિંહ
કોંગ્રેસઃ અજીત શર્મા, રાજેશ રામ, શકીલ અહમદ, મદન મોહન ઝા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube