Bihar Cabinet expansion: બિહારમાં ભાજપ-જેડીયુની સરકાર તૂટી અને હવે જેડીયુ-આરજેડીની નવી સરકાર બની ગઈ. આજે નવી સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું. જેમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીનો દબદબો જોવા મળ્યો. પટણા ખાતે રાજભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાયો. બિહાર કેબિનેટના વિસ્તરણ પર આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે આરજેડીના દરેક વિધાયક, દરેક કાર્યકર આ કેબિનેટનો ભાગ છે, ભલે તેમનું નામ આ  કેબિનેટમાં ન હોય. એટલું નક્કી છે કે બધાની ભાગીદારી છે. સંપૂર્ણ કેબિનેટમાં દરેક જાતિ, દરેક વિસ્તારનું ધ્યાન રખાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજ પ્રતાપ યાદવ સહિત 31 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ
આજે મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું તેમાં મહાગઠબંધનના વિભિન્ન ઘટકોમાંથી લગભગ 31 સભ્યોને સામેલ કરાયા છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના ભાઈ અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે મંત્રીપદના શપથ લીધા. કુલ 31 મંત્રીઓએ શપથ લીધા. કોંગ્રેસના 2, હમના 1 આરજેડીના 16, જેડીયુના 11 તથા એક અપક્ષ ધારાસભ્યએ મંત્રીપદના શપથ લીધા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube