પટના : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ગુરૂવારે પટનામાં ચપ્પલ ફેંકવામાં આવ્યું. નીતીશ કુમાર પર આ હૂમલો યુવા જનતા દળ (યૂ)ના કાર્યક્રમમાં થયો. મુખ્યમંત્રી પર એક વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા જો કે ચપ્પલ મુખ્યમંત્રીના ડાયસ સુધી પહોંચી શક્યું નહોતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટના પોલીસે આ મુદ્દે ચંદન નામનાં એક યુવકની ધરપકડ કરી છે. આ હરકતથી કાર્યક્રમમાં થોડા સમય માટે અફડાતફડી મચી ગઇ હતી. જો કે પોલીસે આરોપી યુવકની અટક કરી હતી અને તેને કાર્યક્રમ સ્થળથી દુર ખસેડી લીધો હતો. જો કે ઘટના બાદ મુખ્યમંત્રીએ આ અંગે કોઇ જ પ્રતિક્રિયા વ્યક્ત કરી નહોતી. 

મળતી માહિતી અનુસાર આ ઘટના બાપૂ સભાગૃહ કાર્યક્રમ દરમિયાન થઇ હતી. ધરપકડ કરાયેલા યુવક ચંદન તિવારી ઓરંગાબાદનો રહેવાસી છે. મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવાની ઘટના અનામતના વિરોધમાં થઇ છે. ચપ્પલ ફેંકનારો વ્યક્તિ સવર્ણ સેનાનો કાર્યકર્તા છે.