બિહારની રાજનીતિમાં જોવા મળ્યું નવું પિક્ચર, નીતિશ કુમાર એક નેતા સાથે જોવા મળતા ર્ચચા શરૂ
Bihar News: પટનામાં રવિવારે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. ચિત્રગુપ્ત પૂજા દરમિયાન નીતિશ કુમાર એક નેતાના ચરણ સ્પર્શ કરતા જોવા મળે છે
Political News : શું બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરીથી વાપસી કરશે? પોતાના રાજકીય કૌશલ્યથી સૌને ચોંકાવી દેનાર નીતિશ કુમારે ફરી એકવાર બધાને વિચારતા કરી દીધા છે. વાસ્તવમાં પટનામાં રવિવારે ચિત્રગુપ્ત પૂજાના અવસર પર એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં સીએમ નીતિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું.
CM નીતીશે નેતાના પગ કેમ સ્પર્શ્યા?
રવિવારે, પટના શહેરના નોઝર ઘાટ સ્થિત આદિ ચિત્રગુપ્ત મંદિરમાં ચિત્રગુપ્ત પૂજાના અવસર પર એક કાર્યક્રમનું આયોજન પૂર્વ રાજ્યસભા સાંસદ આરકે સિન્હાએ કર્યું હતું. આ અવસર પર મુખ્યમંત્રી નીતિશ કુમારે મંદિરની વ્યવસ્થા અને પુનઃનિર્માણ કાર્યને લઈને વિશેષ સૂચનાઓ આપી હતી. જે બદલ આરકે સિંહાએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી નીતિશ કુમારે આરકે સિંહાના આભારનો જવાબ આપ્યો અને તેમના ચરણ સ્પર્શ કરીને આદર વ્યક્ત કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આલિંગન કર્યું તેમજ પગને સ્પર્શ કર્યો
ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ આરકે સિંહા મંચ પરથી કહી રહ્યા હતા કે સીએમ નીતિશ કુમારનું મંદિર પર વિશેષ ધ્યાન છે. સીએમ નીતીશ કુમારના ખાસ ગાઈડલાઈન બાદ આ મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મંદિરનું પુનઃનિર્માણ મુખ્યમંત્રીના નિર્દેશ પર જ શક્ય બન્યું છે. આ પછી નીતીશ કુમાર પોતાની જગ્યાએથી ઉભા થયા અને આરકે સિન્હા તરફ આગળ વધ્યા અને તેમના ચરણ સ્પર્શ કર્યા. આ દરમિયાન આરકે સિન્હાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને સીએમ નીતિશ કુમારના ખભા પર હાથ રાખીને તેમને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો.
નીતીશ ઘણીવાર નેતાઓના ચરણ સ્પર્શ કરતા જોવા મળે છે
આ પહેલા નીતીશ કુમારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. લોકસભા ચૂંટણી બાદ સંસદમાં NDA નેતાઓની બેઠક દરમિયાન બિહારના મુખ્યમંત્રીએ PM મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. જો કે આ દરમિયાન પીએમ મોદીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અનેક લોકોએ મુખ્યમંત્રીના આ પગલાની આકરી ટીકા કરી હતી.